અમદાવાદમાં IPLની પહેલી મેચની શું વરસાદ મજા બગાડશે? જાણો હવામાન વિભાગની આગાહી

PC: bcci

રાજ્યમાં છેલ્લા અમુક દિવસથી લોકોને કમોસમી વરસાદથી રાહત મળી છે. પરંતુ, હવામાન વિભાગ દ્વારા એક પછી એક માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે વધુ એક વાર હવામાન વિભાગે વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. આજથી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું પડવાની આગાહી વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરે છે કે, 29થી 31 માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે, 31 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ લીગની પ્રથમ મેચ રમાશે. આથી આ મેચને વરસાદનું વિઘ્ન નડશે કે નહીં તે અંગે ક્રિકેટ પ્રેમીઓમાં ચિંતા સેવાઈ રહી છે. આઇપીએલની પ્રથમ મેચ માટે ટિકિટોનું વેચાણ થઈ ગયું છે. ત્યારે વરસાદનું સંકટ માથે આવ્યુ છે. જો કે, હવામાન વિભાગે જણાવ્યું છે કે 31 માર્ચના રોજ અમદાવાદમાં વરસાદ પડવાની નહિંવત શક્યતાઓ છે.

પરંતુ 29 અને 30 માર્ચના રોજ રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારે પવન સાથે માવઠું પડી શકે છે. વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની વકી છે. જોકે, આ ત્રણ દિવસોમાં કરા પડવાની શક્યતા નહિવત છે. પરંતુ, કેટલાક વિસ્તારમાં થંડર સ્ટોર્મની શક્યતા છે. આગાહી મુજબ, કચ્છ, રાજકોટ, જામનગર, મોરબી, અમરેલી, જૂનાગઢ, સોમનાથ, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે.

જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. આગામી બે દિવસ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે બે દિવસ બાદ તાપમાનમાં ફરી 2થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે. જણાવી દઈએ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની કુલ 7 મેચ રમાવાની છે, જેમાં પહેલી મેચ 31 માર્ચના રોજ રમાવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp