ગુજરાતના આ જિલ્લામાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે? હવામાન વિભાગે કરી આગાહી

PC: khabarchhe.com

ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. તાપમાન વધતા દિવસ દરમિયાન લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવે આવનારા દિવસોમાં તાપમાન કેવું રહેશે? તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, ફેબ્રુઆરી મહિનાના મધ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી શકે છે.

રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા 5 દિવસોમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરશે. સવારે અને રાતે લોકોને ઠંડીનો અનુભવ થશે જ્યારે દિવસ દરમિયાન લોકોને ગરમી અનુભવાશે. હવામાન વિભાગે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ ગરમીમાં વધારો થયો છે. જ્યારે ફેબ્રુઆરી મહિનાના મધ્યમાં ઠંડી વધવાની વકી છે. એટલે કે ફેબ્રુઆરીના મધ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી શકે છે.

જણાવી દઈએ કે અમદાવાદમાં તાપમાન 13.3 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 11.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે નલિયામાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી સુધી નોંધાયું છે. વિભાગે કહ્યું કે, આવનારા દિવસોમાં ઠંડીનો જે રાઉન્ડ આવશે તેમાં સામાન્ય વધારો જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp