WIRC ઓફીસ બેરિયર્સે સુરત ડાયમંડ બુર્સ સહિત વિવિધ સંસ્થાઓની મુલાકાત લીધી

WIRC ઓફિસ બેરિયર્સ દ્વારા વિભિન્ન શૈક્ષણિક અને વ્યાપારિક સંસ્થાઓની મુલાકાત અને નવા કવાલીફાઈ થયેલા CAના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી આપતા CA અરુણ નારંગ એ જણાવ્યું હતું કે સુરત CA સ્ટડી સર્કલની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ યુનિવર્સિટી, ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. ન્યૂ એવેન્યુ ઈન CA પ્રોફેશન વિષય પર CA અર્પિત કાબરા અને CA કેતન સૈયા નો સેમિનાર યોજાયો હતો. પ્રથમ દિવસના અંતે WIRCના પૂર્વ ચેરમેન સાથે ઇન્ટરેકશન યોજાયું હતું. ત્યારબાદ નવા કવાલિફાઈ થયેલા CA નો સન્માન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે WIRCના ચેરમેન CA અર્પિત કાબરા, સેક્રેટરી CA સૌરભ અજમેરા, ખજાનચી CA કેતન સૈયા, સુરતના ચેર પર્સન CA અરુણ નારંગ, ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp