દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે નોરોવાયરસ, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાયો

PC: khabarchhe.com

કોરોના વાયરસની અસર હજુ ઓછી થઈ હતી કે એક નવી બીમારીએ દસ્તક આપી દીધી છે. કોરોનાવાયરસની જેમ હવે નોરોવાયરસે પોતાનો કહેર વરસાવવાનું શરૂ કરી દીધું છે. દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળમાં આ રોગના ઘણા કેસ સામે આવી રહ્યા છે. રાજ્યની સરકાર અને વહીવટીતંત્ર સામે આ એક મોટો પડકાર બની ગયો છે. તિરુવનંતપુરમના વિઝિંજમની લોઅર પ્રાયમરી સ્કૂલના બે વિદ્યાર્થીઓ નોરોવાયરસ પોઝિટિવ મળી આવ્યા છે. નોરોવાયરસના આ કેસ સામે આવ્યા બાદ હલચલ મચી ગઈ છે. તો ચાલો જાણીએ શું છે નોરોવાયરસ, તેના લક્ષણો, કારણો અને તેનાથી બચવાના ઉપાયો-

મળતી માહિતી મુજબ, 42 વિદ્યાર્થીઓને ઝાડા અને ઉલ્ટીની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે તેમના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે બે વિદ્યાર્થીઓના રિપોર્ટ નોરોવાયરસ માટે પોઝિટિવ આવ્યા હતા. નોરાવાયરસના લક્ષણો બાળકો તેમજ તેમના માતાપિતામાં જોવા મળ્યા છે. આ રોગ બાળકોમાં વધુ ફેલાય છે.

આ રોગ વ્યક્તિના શરીરમાં પ્રવેશતાની સાથે જ તેના પેટ અને આંતરડાને ગંભીર અસર કરે છે. આના કારણે, સંક્રમિત વ્યક્તિમાં પહેલા ગેસ્ટ્રોએન્ટેરિટિસની સમસ્યા શરૂ થાય છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે નોરોવાયરસ દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે નોરોવાયરસ સામાન્ય રીતે બે દિવસ સુધી રહે છે, પરંતુ તેની વધુ અસર થતી નથી. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે નોરોવાયરસથી પીડિત વ્યક્તિ ડિહાઇડ્રેશનની ફરિયાદ કરી શકે છે. સંક્રમણમાંથી સાજા થયા પછી, શરીર એક અઠવાડિયા સુધી નબળું રહે છે.

નોરોવાયરસ ગંદા પાણી અને દૂષિત ખોરાક દ્વારા ફેલાય છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યું કે નોરોવાયરસ સંક્રમણથી બચવા માટે સાબુથી નિયમિત હાથ ધોવા જોઈએ. ઉપરાંત, ઉપયોગ કરતા પહેલા ફળો અને શાકભાજીને ગરમ પાણીમાં સારી રીતે ધોવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp