આ ડાયેટથી સ્ત્રીઓમાં હાર્ટ એટેકનું જોખમ 25% ઘટે છે, સિડની યુનિવર્સિટીની રિસર્ચ

PC: indianexpress.com

દુનિયાભરના અનેક સંશોધનો કહે છે કે, પુરુષોની તુલનામાં મહિલાઓમાં હાર્ટ એટેકનું જોખમ વધુ હોય છે. બ્રિટનમાં હ્રદય સંબંધિત બીમારીઓમાં મહિલાઓના મૃત્યુ પુરુષોની તુલનામાં બમણાં છે. અમેરિકામાં દર પાંચમાંથી એક મહિલાનું મોત હાર્ટ એટેકથી થાય છે. વિજ્ઞાનીઓએ આ જોખમ કેવી રીતે ઘટાડી શકાય તે જાણવા માટે 16 જુદા જુદા સંશોધનોનું ઊંડું વિશ્લેષણ કર્યું છે. વિજ્ઞાનીઓના મતે, જે મહિલાઓ નિયમિત રીતે મેડિટેરિયન ડાયેટ લે છે, તેમનામાં હાર્ટ એટેકનો ખતરો 25% ઓછો હોય છે. એટલું જ નહીં, આ મહિલાઓમાં બીજું ડાયેટ લેનારી મહિલાઓની તુલનામાં ઝડપી મૃત્યુનું જોખમ પણ 23% ઓછું જોવા મળ્યું છે અને સ્ટ્રોકથી થતા મોત પણ ઓછા જોવા મળ્યા છે.

હૃદયને જોખમમાં મૂકતી બીમારીઓ જેવી કે ટાઈપ-2 ડાયાબિટીસ, સ્થુળતા, હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ પણ મેડિટેરિયન ડાયેટથી કાબુમાં રહે છે. ભૂમધ્ય સમુદ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોનું ડાયેટ મેડિટેરિયન ડાયેટ તરીકે ઓળખાય છે.

આ સંશોધનના મુખ્ય લેખક અને સિડની યુનિવર્સિટીના વેસ્ટમિડ એફ્લાઈડ રિસર્ચ સેન્ટરમાં એસોસિયેટ પ્રોફેરસ સારાહ જમન કહે છે કે, આ ડાયેટ પુરુષો માટે પણ એટલું જ લાભદાયી છે, જેટલું મહિલાઓ માટે જોકે, આ સંશોધનમાં મહિલાઓ પ૨ જ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. બ્રિટીશ હાર્ટ ફાઉન્ડેશનના સિનિયર ડાયેટિશિયન વિક્ટોરિયા ટેલર કહે છે કે, આ વાત વિજ્ઞાનીઓ ઘણાં સમયથી જાણે છે કે, મેડિટેરિયન ડાયેટ હૃદય માટે પુરુષોને લાભદાયી છે, પરંતુ આ સંશોધનમાં અલગ રાખીને એ જાણવાનો પ્રયાસ કરાયો છે કે મહિલાઓ માટે આ ડાયેટ કેટલું લાભદાયી છે.

ન્યૂયોર્કની માઉન્ટ સિનાઈ સ્કૂલ ઓફ મેડિસિનના ઈન્ટરવેન્શનલ કાર્ડિયોવાસ્ક્યુલર રિસર્ચ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ્સમાં કાર્ડિયોલોજિસ્ટ પ્રો. ડૉ. રોક્સાના મેહરાન કહે છે કે, મહિલાઓના સંદર્ભમાં આ સંશોધન જોઈને હું રોમાંચિત છું. આ પહેલા ક્યારેય આવા ડેટા રજૂ નથી કરાયા. મેડિટેરિયન ડાયેટ એ પરંપરાગત ખાદ્ય પદાર્થો પર આધારિત છે, જેને લોકો ફ્રાંસ, સ્પેન, ગ્રીસ અને ઈટાલી સહિત ભૂમધ્ય સાગરની સરહદ સાથેના દેશોમાં લે છે. તે મગજના ફંક્શનિંગમાં પણ મદદ કરે છે અને લોહીમાં શુગરની માત્રાને પણ કાબુમાં રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp