દેશનું આ શહેર બન્યું વિશ્વનું બીજું સૌથી ધીમું શહેર, માણસ ચાલતો પહેલા પહોંચી જાય

PC: khabarchhe.com

સામાન્ય રીતે ભારતના મોટા શહેરોમાં લોકો ટ્રાફિકથી ખૂબ પરેશાન થાય છે. મેટ્રો શહેરોની હાલત વધુ ખરાબ છે. TomTom નામની ડચ કંપનીએ વિશ્વભરના શહેરોના ટ્રાફિકને લઈને એક યાદી તૈયાર કરી છે. આ સૂચિમાં વિશ્વના સૌથી સુસ્ત શહેરો વિશે વાત કરવામાં આવી છે. જો દુનિયાના સૌથી સુસ્ત શહેરોની વાત કરીએ તો ભારતના શહેરો પણ ટોપ 10માં આવે છે.

કર્ણાટકની રાજધાની બેંગલુરુ પણ વિશ્વના સૌથી સુસ્ત શહેરોની યાદીમાં સામેલ છે. આ યાદીમાં બેંગલુરુ બીજા સ્થાને છે. જણાવી દઈએ કે બેંગલુરુને ભારતનું સિલિકોન સિટી પણ કહેવામાં આવે છે. આ રિપોર્ટ અનુસાર, બેંગલુરુમાં કારથી 10 કિલોમીટરનું અંતર કાપવામાં એક વ્યક્તિને સરેરાશ 29 મિનિટ 10 સેકન્ડનો સમય લાગે છે. કેટલીકવાર અહીં ચાલતા જતા લોકો કારથી પણ આગળ નીકળી જાય છે.

બીજી તરફ, ટ્રાફિકમાં સૌથી વધુ સમય બગાડતા શહેરોની બાબતમાં બેંગલુરુ ચોથા સ્થાને છે. જ્યારે બેંગલુરુ સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ છોડવાના મામલે પણ વિશ્વમાં પાંચમા નંબરે છે. દરરોજ 6 માઇલ ચાલતી કાર 1 વર્ષમાં 974 કિલો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે.

ત્યારે મહારાષ્ટ્રનું પુણે શહેર પણ સૌથી સુસ્ત શહેરોની ટોપ ટેન યાદીમાં સામેલ છે. આ યાદીમાં પૂણે છઠ્ઠા સ્થાને છે. આ શહેરમાં 10 કિલોમીટરનું અંતર કાપવામાં સરેરાશ 27 મિનિટ 20 સેકન્ડનો સમય લાગે છે. દેશની રાજધાની અને હૃદય કહેવાતું દિલ્હી પણ સુસ્ત શહેરોની યાદીમાં સામેલ છે. જો કે તે ટોપ 10માં નથી, પરંતુ તે ટોપ 50માં છે. સૌથી સુસ્ત શહેરોની યાદીમાં દિલ્હી 34મા નંબરે છે. 10 કિલોમીટરનું અંતર કાપવામાં સરેરાશ 22 મિનિટ 10 સેકન્ડનો સમય લાગે છે.

 

આ સાથે જ દેશની આર્થિક રાજધાની મુંબઈ પણ સૌથી સુસ્ત શહેરોની યાદીમાં સામેલ છે. જો કે આ યાદી અનુસાર તે 47મા ક્રમે છે અને દિલ્હી કરતા ઓછો ટ્રાફિક ધરાવે છે. મુંબઈમાં 10 કિલોમીટરનું અંતર કાપવામાં સરેરાશ સમય 21 મિનિટ 10 સેકન્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp