હેપ્પીનેસ ઇન્ડેક્સ જાહેર, ભારત કરતા પાકિસ્તાન વધુ ખુશ, આ દેશ સૌથી વધુ હેપ્પી

PC: nationalheraldindia.com

પાડોશી દેશ પાકિસ્તાન અત્યાર સુધીની સૌથી ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. અહીં લોકોને લોટ અને દાળ માટે હજારો રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સરકારી અધિકારીઓએ ગરીબોના હિસ્સામાંથી 40,000 ટન ઘઉંની ચોરી કરી છે, પરંતુ હેપ્પીનેસ ઇન્ડેક્સ રેટિંગે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે કારણ કે વિશ્વની પાંચમી સૌથી ઝડપી અર્થવ્યવસ્થાવાળા ભારત કરતા પાકિસ્તાની નાગરિકોની ખુશીનું રેટિંગ વધારે છે. દુનિયાના સૌથી ખુશ દેશની વાત કરીએ તો સતત છઠ્ઠા વર્ષે ફીનલેન્ડનો પહેલો નંબર આવ્યો છે. ભારત કરતા રશિયા, યુક્રેન, ઇરાક, ઈરાન પણ આગળ છે.

વાસ્તવમાં વર્લ્ડ ઈન્ડેક્સના રિપોર્ટમાં ભારતના હાથે નિરાશા લાગી છે અને કંગાળ પાકિસ્તાન ભારતને પાછળ છોડીને આગળ વધુ ગયું છે. વૈશ્વિક ઈન્ડેક્સ રેટિંગના મામલે પાકિસ્તાન ભારત કરતા વધુ ખુશ છે. વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ-2023માં ભારતને 126મું સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે પાકિસ્તાન આ યાદીમાં 108માં નંબરે છે.

જણાવી દઈએ કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોટ અને દાળ માટે મારામારીથી લઈને અસ્થિર વહીવટ અને નબળી સુરક્ષા વ્યવસ્થાનો સામનો કરી રહેલા સામાન્ય માણસે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ છતાં, ગ્લોબલ હેપ્પીનેસ રેટિંગ દર્શાવે છે કે પાકિસ્તાનના લોકો ભારતના લોકો કરતા વધુ ખુશ છે, જે ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે.

બીજી આશ્ચર્યજનક વાત એ છે કે ભારતના અન્ય પડોશી દેશોના લોકો પણ ભારત કરતાં વધુ ખુશ છે. આ પાડોશી દેશોની વાત કરીએ તો મ્યાનમારને 72મું, નેપાળને 78મું, બાંગ્લાદેશને 102મું અને ચીનને 64મું સ્થાન મળ્યું છે. તમને જણાવી દઈએ કે તાલિબાન શાસિત અફઘાનિસ્તાનની હાલત સૌથી ખરાબ છે અને તેથી જ તેને આ યાદીમાં છેલ્લા સ્થાને રાખવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp