- Lifestyle
- મેદાનમાં યુવકે લખ્યુ- લગ્ન માટે સરકારી નોકરી વાળી છોકરી જોઈએ છે કરિયાવર હું આપીશ
મેદાનમાં યુવકે લખ્યુ- લગ્ન માટે સરકારી નોકરી વાળી છોકરી જોઈએ છે કરિયાવર હું આપીશ
આપણા દેશમાં સૌથી વધુ યુવાનો મહેનત કરતા હોય તો એ છે સરકારી નોકરી મેળળવા માટે. ભારતમાં સરકારી નોકરીનો સૌથી મોટો ક્રેઝ છે. યુવાનોને પૂછો તમને સરકારી નોકરી જોઈએ કે પ્રાઇવેટ નોકરી, તો જવાબ એક જ મળશે સરકારી નોકરી. ખાસ કરીને ઉત્તર ભારતના યુવકોને તો બાળપણથી જ મગજમાં નાખી દેવામાં આવે છે કે, તેમને સરકારી નોકરી માટે જ પ્રયત્નો કરવાના છે.

ઉત્તર ભારતના યુવાનોમાં સરકારી નોકરીને પહેલી પ્રાથમિકતા આપવામાં આવે છે. લગ્ન માટે પણ પહેલા છોકરી માટે સરકારી નોકરી વાળો છોકરો શોધવામાં આવે છે, જેના માટે છોકરીના માતા-પિતા મોટો કરિયાવર પણ આપે છે.
તમે તો જોયું જ હશે સોશિયલ મીડિયા પર સરકારી નોકરી માટે કેવા-કેવા મીમ્સ બનીને વાયરલ થાય છે. તમે કહેતા હશો આ અચાનક અમે મીમ્સની વાત કેમ ચાલુ કરી પણ આજનો કિસ્સો પણ એવો જ છે જે અમે તમને જણાવવાની છીએ.

વાત એવી છે કે એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવકના હાથમાં પોસ્ટર છે અને આ યુવક એક ગ્રાઉન્ડમાં મેચ જોવા આવ્યો છે. ફોટોમાં દેખાય યુવક IPLની મેચ જોવા માટે આવ્યો છે અને તેના હાથમાં એક પોસ્ટર દેખાય છે, પોસ્ટરમાં લખેલું છે કે, નામ-ધીરજ ગુપ્તા, સરનામું- લખનૌ, સરકારી નોકરી વાળી છોકરી લગ્ન માટે શોધી રહ્યો છું. કરિયાવર હું સામેથી આપીશ. આ યુવકે પોતાનો નંબર પણ શેર કર્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયુવેગે પસરી ગયો છે અને લોકો મીમ પણ બનાવી રહ્યા છે.

