આ નાનકડા દેશમાં એરપોર્ટ પર લેન્ડ કરતાની સાથે 94000 ટેક્સ ભરવો પડશે
મધ્ય અમેરિકાના એક નાનકડા દેશ અલ સાલ્વાડોરમા 23 ઓકટોબર 2023થી એક નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. ભારત સહિત 57 દેશોના પાસપોર્ટ પર અલ સાલ્વાડોરમાં લેન્ડ કરતાની સાથે 1000 ડોલર ટેકસ ભરવો પડશે ઉપરાંત 130 ડોલર વેટ લેવામાં આવશે. આમ તમારે કુલ 1130 ડોલર ટેક્સ પેટે ભરવા પડશે. ભારતીય ચલણમાં આ રકમની ગણતરી કરીએ તો લગભગ 94,000 રૂપિયા થાય. એટલે જો તમે અલ સાલ્વાડોર જવાના હો તો ટેક્સની ગણતરી રાખીને જજો.
એવું કહેવાય છે અમેરિકામાં જવા માટે ઇરેગ્યુલેશન માઇગ્રેશ વધી રહ્યું છે. અમેરિકા જવા માટે લોકો અલ સાલ્વાડોરનો ઉપયોગ કરે છે અને હમણાં પ્રવાસીઓની સખ્યા વધી ગઇ છે. અલ સાલ્વાડોરનું એક ગામ અલ જોંટા છે જ્યાં લોકો જીવન જરૂરી ચીજ વસ્તુ માટે કિપ્ટોકરન્સીનો ઉપયોગ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp