- Lifestyle
- મોટાભાગના પુરુષો માને છે કે તેમનો IQ મહિલાઓ કરતા વધારે જ છે, રિસર્ચ કરાયું
મોટાભાગના પુરુષો માને છે કે તેમનો IQ મહિલાઓ કરતા વધારે જ છે, રિસર્ચ કરાયું
આઈક્યૂ લેવલને લઈને સરવે કરાયા બાદ કેટલીક ઉપયોગી માહિતિ સપાટીએ ચાલી છે. તમને પણ એવું લાગે છે કે યુવા મહિલાઓ પુરુષોની તુલનાએ ઓછો IQ ધરાવે છે. સરવેમાં મોટા ભાગના પુરુષોએ કહ્યું કે, તેમનો આઇક્યૂ તેમની ઉંમરની મહિલાઓ કરતાં વધુ છે. જ્યારે ઉંમરલાયક લોકો વચ્ચે આ પરિણામ વિપરીત છે. યુરોપિયન યુનિવર્સિટી સાઇપ્રસમાં સહાયક વિજ્ઞાની ડૉ. વૈતા ગિયાનોલીનું આ રિસર્ચ બ્રેન એન્ડ બિહેવિયર’માં પ્રકાશિત થયું છે. રિસર્ચમાં લોકોની સ્વ-અનુમાનિત ભાવનાઓ, બુદ્ધિમત્તા, સ્વાસ્થ્ય, ધર્મ, કામ અને શારીરિક સક્રિયતાનું વિશ્લેષણ કરાયું છે.

ડૉ. વૈતાને વૃદ્ધ લોકોમાં ન્યૂરોસાઇકોલોજિકલ મૂલ્યાંકનમાં રુચિ હતી. તેમાં જાણવા મળ્યું કે યુવા પુરુષો પોતાને મહિલાઓની તુલનામાં વધુ બુદ્ધિમાન ગણાવે છે. જ્યારે ઉંમર વધવાની સાથે આ સ્થિતિ બદલાઇ જાય છે. વયસ્કોએ આ પ્રકારની કોઇ પેટર્ન અંગે જાણકારી આપી નથી. નવાઇની વાત એ છે કે વયસ્કોમાં રિવર્સ પેટર્ન જોવા મળી હતી. 30 વર્ષના ગ્રીક યુવા અને 77 વર્ષની ઉંમર સુધીના વૃદ્ધો પર વિભિન્ન મનોરોગ અને ચિકિત્સા મુદ્દાઓ પર રિસર્ચ કરાયું છે. જેમાં 0 થી 100ના માપદંડ પર 9 બિંદુઓ પર આઇમ્યૂનું અનુમાન કરાયું છે.

