ટાઇટ કપડા પહેરતા લોકો સાવધાન, નહીંતર સ્વાસ્થ્ય ખરાબ દશા થશે
આજના આ સમયમાં બજારમાં દિવસેને દિવસે કપડામાં વેરાયટી આવતી હોય છે. બેલબોટમ, ટાઇટ જીન્સ, નેરો જીન્સ જેવા અનેક પ્રકારના જીન્સ દિવસેને દિવસે બદલાતા જાય છે. એમ કહી શકાય કે આજની ફેશન કાલે જૂની થઇ જાય છે. જો કે બીજાનું જોઇ જોઇને હવે વ્યક્તિ પોતે પોતાના ખર્ચા અઢળક કરવા લાગ્યો છે. આ ખર્ચા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે.
આમ, જો તમને ટાઇટ કપડા પહેરવાની આદત છે તો તમારે આ આદત બદલવી જોઇએ. ટાઇટ કપડા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. જો કે ફેશનના ચક્કરમાં અનેક છોકરીઓ અને છોકરાઓ ટાઇટ કપડા પહેરતા થઇ ગયા છે. આમ, જો તમે પણ ટાઇટ કપડા પહેરો છો તો જાણો તમારા સ્વાસ્થ્યને થતા આ નુકસાન વિશે.
તમને ટાઇટ કપડા પહેરવાની આદત છે તો તમે આ આદતને આજે જ સુધારો. ટાઇટ કપડા પહેરવાથી સ્કીનને ઇન્ફેક્શન થાય છે અને સાથે સ્કીનની સોફ્ટનેસ પણ જતી રહે છે. તમારી સ્કીન રફ થતી જાય છે.
ટાઇટ કપડા પહેરવાથી પ્રાઇવેટ પાર્ટને સૌથી વધારે નુકસાન થાય છે. તમે આ વાત પર વિશ્વાસ નહીં કરો પણ આ સત્ય છે. ટાઇટ કપડા પહેરવાથી વજાઇના પર ખરાબ અસર પડે છે. જેના કારણે યીસ્ટ ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે.
જો તમે ટાઇટ કપડા પહેરો છો તો વ્હાઇટ ડિસ્ચાર્જ, બળતરા જેવી અનેક સમસ્યાઓ પણ થાય છે. આ માટે બને ત્યાં સુધી ઘરમાં ટાઇટ કપડા પહેરવાનું ટાળો. ટાઇટ કપડા તમારી સ્કીનને ખરાબ કરવાનું કામ કરે છે.
ટાઇટ કપડા પહેરવાથી તમારી સ્કીન પર હવાની અવર-જવર થતી નથી જેના કારણે સ્કીન ઇન્ફેક્શન થવા લાગે છે. હવા ના જવાને કારણે સ્કીન ભેજવાળી રહે છે અને પરસેવો થાય છે. સતત પરસેવો થવાને કારણે સ્કીન પર ખંજવાળ અને બળતરા થાય છે. અન્ડરગાર્મેન્ટ્સ કપડા પણ ફિટ ના પહેરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp