દેશની સૌથી નાની ઉંમરની બનેલી પ્રથમ પાયલોટ સાક્ષી કોચર, ગુજરાત કનેક્શન છે

ધ સ્કાયલાઈન એવિએશન કલબ મુંબઈની વિધાર્થીની કુમારી સાક્ષી કોચર કોમર્શિયલ પાયલોટ બની છે. હિમાચલ પ્રદેશના પરવાનુ શહેરની વતની સાક્ષી માત્ર 18 વર્ષની દેશની પ્રથમ સૌથી નાની ઉંમરમાં પાયલોટ બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. સાક્ષીને તેમનાં 18 માં જન્મદિવસે જ કોમર્શિયલ પાયલોટનું લાઇસન્સ એનાયત કરવામાં આવ્યું હતું.
ધ સ્કાયલાઈન એવિએશન કલબ મુંબઈ ના સ્થાપક સંચાલક કેપ્ટન (ડો.)એ.ડી.માણેક સાહેબે અત્યાર સુધી 5000 થી પણ વધારે કુશળ પાયલોટને તાલીમ આપીને દેશને અર્પણ કર્યા છે. જે દુનિયાભરના દેશોમાં પણ સેવા આપી રહ્યા છે.
18 વર્ષની ઉંમરે પાયલોટ બનનાર સાક્ષી કોચરે રાષ્ટ્રીય કક્ષાના ઇન્ડિયા ન્યૂઝ, એન.ડી. ટી.વી., ઝી ટી.વી જેવી ડઝન જેટલી ટી.વી. ન્યૂઝ ચેનલો પર આપેલા ઈન્ટરવ્યુ માં કહિયું હતું કે, મારું પાઇલોટ બનવાનું સ્વપ્ન મારા મેન્ટર (ગુરુ) કેપ્ટન (ડો) એ. ડી. માણેક સાહેબ થકી પૂર્ણ થયું છે. હું 10 વર્ષની હતી ત્યારથી ડાન્સ પ્રત્યે લગાવ હતો. ડાન્સ, સંગીત, સ્કેટિંગ જેવા અનેક શોખો હતા. પરંતુ કંઈક એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી કે જેનાથી દેશને પણ ગૌરવ પ્રદાન થાય. આ આશય સાથે પાયલોટ બનવાનું નક્કી કરી આકાશમાં ઉડવા કેપ્ટન માણેક સાહેબનો સંપર્ક કર્યો. કેપ્ટન (ડો.) એ.ડી.માણેક સાહેબ એક સારા મોટીવેશનલ સ્પીકર પણ છે. તેમના યું ટ્યુબ પર વિડિયો જોઈને મને પાયલોટ બનવાની પ્રેરણા મળી છે. એક વિડીયોમાં માણેક સાહેબ એક દેશનો સૌથી નાની ઉંમરમાં પાયલોટ બન્યાનો રેકોર્ડ વિશે વાત કરી રહ્યા હતા. આ વિડિયો જોઈને મેં પણ રેકોર્ડ સર્જવાનો નિર્ણય કરી લીધો. જે મેં સાકારિત કર્યો છે.
આટલી નાની ઉંમરે આ સિદ્ધિ હાંસલ થયાની ખુશી અને ઉત્સાહ સાથે તેણીએ કહયું કે, ઉડાન હંમેશા મારી પ્રાથમિકતા રહી છે. મારુ એક સ્વપ્ન સાકાર થયું છે. હું આ અલગ અહેસાસ અનુભવી રહી છુ. હું જે ખુશીઓ અનુભવુ છુ તે બતાવી શકતી નથી. 10 વર્ષની ઉંમરે હું ડાન્સર બનવા માંગતી હતી, પરંતુ વર્તમાન ટ્રેનર કેપ્ટન (ડો.)એ.ડી.માણેકનો એક વિડીયોમાં જેણે એમના હેઠળ તાલીમ પામેલ સુરતની 19 વર્ષીય યુવતી મૈત્રી પટેલ દેશની સૌથી નાની ઉંમરમાં કોમર્શિયલ પાયલોટ લાયસન્સ મેળવવા બદલ પ્રશંસા કરી હતી. આ વિડિયો જોઈને મેં મારી જાતને પડકારવાનું નક્કી કર્યું હતું, આજે રેકોર્ડ બનાવીને એમના મેન્ટર્ (ગુરુ) કેપ્ટન ડો એ.ડી. માણેક સાહેબે આપેલા ગુરુમંત્ર સફળતા માટે પરિશ્રમ સિવાય કોઈ વિકલ્પ નથી એ સાબિત કરી બતાવ્યું છે. આવું પાઇલોટ પ્રશિક્ષણ આપીને કેપ્ટન માણેકે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp