કમાણી અમેરિકામાં પણ, દાંત દૂખે તો ગુજરાતીઓ કેમ ભારત આવી જાય છે?
ગુજરાતીઓ મોટી સંખ્યામાં અમેરિકા ગયા છે અને હજુ પણ જઇ રહ્યા છે. અમેરિકામાં મોટી કમાણી કરવાની તક હોય છે, પરંતુ તેની સામે ખર્ચોઓ પણ એટલા જ મહાકાય હોય છે. અમેરિકામાં મેડિકલ સારવાર ખુબ જ મોંઘી છે. તમે હોસ્પિટલમાં દાખલ થાવ તો લાંબુ લચક બિલ આવી જાય.
દાંતની સારવાર પણ અમેરિકામાં ખુબ જ મોંઘી છે એટલે અમેરિકામાં વસ્તા નોન રેસિડન્ટ ઇન્ડિયન(NRI)ને જો દાંતની સારવાર કરાવવાની હોય તો ગુજરાત આવીને જ ડેન્ટિસ્ટ પાસે કરાવે છે. અમરિકામાં જો તમારે એક ચોકઠું બદલાવવાનું હોય તો ભારતીય રૂપિયામાં 3થી 3.50 લાખ રૂપિયાનો ખર્ચો થાય, જ્યારે ગુજરાતમાં 30 હજારથી 50000માં આ કામ પતી જાય. ગુજરાતીઓ પ્રસંગોમાં ગુજરાત આવતા જ હોય છે તે વખતે ડેન્ટિસ્ટ પાસે એપોઇટમેન્ટ લઇને દાંતની સારવારા કરાવી દે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp