જાણો 8 વખતના સાંસદ છે સુરેશ, છતા 7 ટર્મના ભર્તૃહરિને મળ્યો કેવી રીતે મળ્યો અવસર?

PC: telegraphindia.com

18મી લોકસભાની કાર્યવાહી સોમવારથી શરૂ થવાની છે. જો કે, એ અગાઉ જ નીચલા સદનના પ્રોટેમ સ્પીકર એટલે કે અસ્થાયી અધ્યક્ષને લઈને વિવાદ છેડાઈ ગયો છે. કોંગ્રેસે આ બાબતે ભારતીય જનતા પાર્ટી (BJP) પર સંસદીય પરંપરાને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે તેના 8 વખતના સાંસદ કોડિકુનિલ સુરેશને પ્રોટેમ સ્પીકર બનાવવા જોઈતા હતા. તેમની જગ્યાએ ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબને આ જવાબદારી આપવી ખોટી છે.

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ ગુરુવારે ભર્તૃહરિ મહતાબને લોકસભાના અસ્થાયી અધ્યક્ષ (પ્રોટેમ સ્પીકર) તરીકેની નિમણૂક કરવાની જાણકારી આપી હતી. તેના પર કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કે.સી. વેણુગોપાલે સવાલ ઉઠાવતા X (અગાઉ ટ્વીટર) પર પોસ્ટ કરી કે, ‘સંસદીય માપદંડોને નષ્ટ કરવાના વધુ એક પ્રયાસ હેઠળ ભર્તૃહરિ મહતાબ (7 વખતના સાંસદ)ને કોડિકુનિલ સુરેશની જગ્યાએ લોકસભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સુરેશ સાંસદ તરીકે પોતાના આઠમાં કાર્યકાળમાં પ્રવેશ કરશે.

એવામાં એ સવાલ ઉઠે છે કે 8 વખતના સાંસદ કે. સુરેશ પ્રોટેમ સ્પીકર કેમ ન બની શક્યા અને તેમની જગ્યાએ 7 ટર્મવાળા ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબને કેવી રીતે ચાંસ મળ્યો. તો ચાલો જાણીએ કે આ પગલાં પાછળનું કારણ શું છે? ઉલ્લેખનીય છે કે, પ્રોટેમ સ્પીકર સદનના એક અસ્થાયી પીઠાસીન અધિકારી હોય છે, જેને ભારતના રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. તેમની જવાબદારી લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યોને શપથ અપાવવા અને સદનના અધ્યક્ષની ચૂંટણીની અધ્યક્ષતા કરવાની હોય છે.

અહી પ્રોટેમ સ્પીકરની નિમણૂકની પ્રક્રિયા બ્રિટનની સંસદ જેવી છે. તેને વેસ્ટ મિન્સટર સિસ્ટમ કહેવામાં આવે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રોટેમ સ્પીકરનું પદ એ સભ્યને આપવામાં આવે છે, જેણે સંસદમાં સૌથી લાંબા સમય સુધી સતત સેવા કરી છે. આ સભ્ય ત્યાં સુધી સદનની અધ્યક્ષતા કરવા જવાબદાર હશે, જ્યાં સુધી નવા સ્પીકરની વરણી થઈ જતી નથી. એ હિસાબે જોઈએ તો પ્રોટેમ સ્પીકર પદ માટે કે. સુરેશનું પલડું ભારે દેખાય છે કેમ કે તેઓ 8 વખતના સાંસદ છે. જ્યારે મહતાબ 7 વખતના સાંસદ બન્યા છે.

જો કે, અહી આ મામલામાં એક પેંચ છે. ઉલ્લેખનીય છે કે ભર્તૃહરિ મહતાબે લોકસભા સાંસદના રૂપમાં સતત 7 કાર્યકાળ પૂરા કર્યા છે, જ્યારે સુરેશ 8 વખત સાંસદ જરૂર રહ્યા છે, પરંતુ વર્ષ 1998 અને વાર 2004માં તેમને હારનો સામનો કરવો પડ્યો અહતો. તેનો અર્થ કે તેઓ લોકસભના સભ્યના રૂપમાં આ તેમનો માત્ર ચોથી કાર્યકાળ છે અને એટલે તેઓ પ્રોટેમ સ્પીકર પદ માટે યોગ્ય ન ગણાયા.

આ અગાઉ 17મી લોકસભામાં પણ આ પ્રકારે વીરેન્દ્ર કુમારને રાષ્ટ્રપતિએ પ્રોટેમ સ્પીકર બનાવ્યા હતા. તેઓ એ સમયે સંસદના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા સભ્ય હતા. એ સમયે પણ મેનકા ગાંધી સૌથી વરિષ્ઠ સાંસદ હતા, પરંતુ તેમનો કાર્યકાળ સતત નહોતો અને એટલે તેમની પ્રોટેમ સ્પીકરના રૂપમાં વરણી કરવામાં આવી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp