26th January selfie contest

બજેટ 2023ઃ કોને શું મળ્યું જાણો બજેટની પળેપળની માહિતી

PC: twitter.com

નાણામંત્રી નિર્મલા સીતારમણા આજે મોદી સરકારના બીજા અને અંતિમ કાર્યકાળનું બજેટ રજૂ કરી રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલાનું આ બજેટ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે. આજે દુનિયાની આર્થિક વ્યવસ્થાની ઝડપ ધીમી થઇ ગઇ છે એવા સમયે ભારતનું આ બજેટ રજૂ થઇ રહ્યું છે. દુનિયાભરની નજર મોદી સરકારના અંદાજપત્ર પર ટકેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

01 Feb, 2023
01:20 PM
બજેટમાં શું થયું સસ્તું
PC: kc
01 Feb, 2023
12:46 PM
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે કસ્ટમ ડ્યૂટી, સેસ, સરચાર્જ દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રમકડાં પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 13 ટકા કરી દેવામાં આવી છે, એટલે કે હવે રમકડાં સસ્તા થશે. આ ઉપરાંત સાયકલ પણ સસ્તી કરવામાં આવી છે. લિથિયમ આયન બેટરી પર કસ્ટમ ડ્યૂટીમાં રાહત આપવામાં આવી છે.
01 Feb, 2023
12:37 PM
ટેક્સને લઈને મોટી જાહેરાત, હવે 7 લાખ સુધીની આવકમાં કોઈ ટેક્સ નહીં આપવો પડે, અત્યારસુધી આ મર્યાદા 5 લાખ રૂપિયાની હતી.
[removed][removed]
01 Feb, 2023
12:28 PM
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કૃષિ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે, યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા એગ્રી-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે એક એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડ બનાવવામાં આવશે. અહીં જાણો ખેડૂતો માટે અન્ય કઈ કઈ જાહેરાતો કરવામાં આવી હતી.
01 Feb, 2023
12:27 PM
આગામી 3 વર્ષમાં કેન્દ્ર સરકાર 3.5 લાખ આદિવાસી વિદ્યાર્થીઓ માટે 740 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 689 EMRSને મંજૂરી આપવામાં આવી છે અને તેમાંથી 394 કાર્યરત છે.
[removed][removed]
01 Feb, 2023
12:27 PM
મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ થશે. જેમાં મહિલાઓને 2 લાખની બચત પર 7.5% વ્યાજ મળશે. સિનિયર સિટીઝન એકાઉન્ટ સ્કીમની મર્યાદા 4.5 લાખથી વધારીને 9 લાખ કરવામાં આવશે.
01 Feb, 2023
12:26 PM
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં બાળકો અને કિશોરો માટે ડિજિટલ લાઇબ્રેરીની પણ જાહેરાત કરી છે. ચાલો જાણીએ કે ડિજિટલ લાઇબ્રેરી શું છે અને તેનાથી વિદ્યાર્થીઓને કેવી રીતે ફાયદો થશે.
[removed][removed]
01 Feb, 2023
12:26 PM
PM હાઉસિંગ સ્કીમ ફંડમાં વધારો કરવામાં આવશે
01 Feb, 2023
12:26 PM
સેન્ટર ફોર ઈન્ટેલિજન્સ નગર નિગમોને તેમના બોન્ડ લાવવા માટે સક્ષમ બનાવશે
01 Feb, 2023
12:26 PM
ગટર સફાઈ મશીન AI પર આધારિત હશે.
01 Feb, 2023
12:26 PM
ઓળખ પત્ર તરીકે PAN કાર્ડને માન્યતા.
01 Feb, 2023
12:23 PM
દેશમાં 50 નવા એરપોર્ટ બનાવવામાં આવશે.
01 Feb, 2023
12:23 PM
આગામી 3 વર્ષમાં, સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને મદદ કરતી 740 એકલવ્ય મોડલ શાળાઓ માટે 38,800 શિક્ષકો અને સહાયક સ્ટાફની નિમણૂક કરશે.
01 Feb, 2023
12:23 PM
PM આવાસ યોજનાના ખર્ચને 66 ટકા વધારીને 79.000 કરોડ રૂપિયાથી વધારે કરવામાં આવી રહ્યો છે.
01 Feb, 2023
12:22 PM
રાજધાનીમાં યુનિટી મોલ ખોલવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ અંતર્ગત વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ અને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
01 Feb, 2023
12:22 PM
50 પ્રવાસન સ્થળોની ઓળખ કરવામાં આવશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન માટે સંપૂર્ણ પેકેજના રૂપમાં તેને વિકસાવવામાં આવશે.
01 Feb, 2023
12:21 PM
કમર્શિયલ વિવાદને સોલ્વ કરવા સરકાર વિવાદ સે વિશ્વાસ-2 યોજના બનાવશે
01 Feb, 2023
12:21 PM
કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 લોન્ચ કરશે
01 Feb, 2023
12:21 PM
10000 બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર ખોલાશે
01 Feb, 2023
12:21 PM
આગામી 3 વર્ષમાં 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે મદદ કરાશે.
01 Feb, 2023
12:20 PM
2014થી બનેલી 157 હાલને મેડિકલ કોલેજોની સાથેના કોલોબ્રેશનમાં 157 નવી નર્સિંગ કોલેજ શરૂ કરવામાં આવશે.
01 Feb, 2023
12:20 PM
પશુપાલન , ડેરી અને મત્સ્ય પાલન પર ધ્યાન આપીને કૃષિ ધિરાણ લક્ષ્યાંક વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે.
01 Feb, 2023
12:20 PM
નાણા મંત્રીએ બાળકો અને યુવાનો માટે જાહેરાત કરતા કહ્યું હતું કે, બાળકો અને યુવાનો માટે નેશનલ ડિજીટલ લાયબ્રેરી સ્થાપિત કરવામાં આવશે.
01 Feb, 2023
12:16 PM
નાણાં મંત્રીએ બજેટની 7 પ્રાથમિકતા બતાવી હતી અને કહ્યું હતું કે જેને સપ્તર્ષિ કહેવામાં આવ્યું છે. 1 સમાવેશી વિકાસ, 2. વંચિતોને પ્રાધાન્ય, 3. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, 4. ક્ષમતા વિસ્તરણ, 5. હરિયાળી વૃદ્ધિ, 6. યુવા શક્તિ, 7. નાણાકીય ક્ષેત્ર.
[removed][removed]
01 Feb, 2023
12:16 PM
નાણા મંત્રીએ કહ્યુ કે ખેતી સાથે જોડાયેલા સ્ટાર્ટ અપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. એના માટે યુવાન એન્ટરપ્રિન્યોર્સ દ્રારા કૃષિ સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહિત કરવા માટે એગ્રીકલ્ચર એક્સીલેટર ફંડ બનાવવામાં આવશે.
01 Feb, 2023
12:13 PM
નિર્મલા સીતારમને બજેટ ભાષણમાં કહ્યું હતું કે વર્તમાન વર્ષ માટે આપણી અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7ટકા રહેવાનો અંદાજ છે, જે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે. ભારતીય અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે PM ગરીબ કલ્યાણ અન્ના યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખ કરોડ રૂપિયાનો બોજો લેવામાં આવી રહ્યો છે. અંત્યોદય યોજના હેઠળ ગરીબોને મફત અનાજનો પુરવઠો એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.
PC: pib
01 Feb, 2023
12:13 PM
નિર્મલા સીતારમણે કહ્યુ કે 2014થી સરકારના પ્રયાસોને કારણે બધા નાગરિકોના જીવન ધોરણને અને ગરિમાપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે. દરેક વ્યકિતની આવક વધીને 1.97 લાખ રૂપિયા થઇ ગઇ છે. આ 9 વર્ષોમાં, ભારતીય અર્થવ્યવસ્થા દુનિયામાં મોટી અર્થવ્યવસ્થા તરીકે વધી છે.
01 Feb, 2023
12:13 PM
નિર્મલા સીતારમણે કહ્યું, દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને એક ચમકતો સિતારો માની છે. વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે. ભારતીય અર્થવ્યવસ્થા સાચી દિશામાં આગળ વધી રહી છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે અમે એ સુનિશ્ચિત કર્યું છે કે કોરોના સમયગાળા દરમિયાન કોઈ ભૂખ્યું ન સૂવે. સરકારે 2 લાખ કરોડ રૂપિયા ખર્ચીને દરેક વ્યક્તિને અનાજ સુનિશ્ચિત કર્યું. 80 કરોડ લોકોને 28 મહિના માટે મફત રાશનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
[removed][removed]
01 Feb, 2023
12:11 PM
બજેટ રજૂ કરી રહ્યા છે નિર્મલા સીતારમણ, કહ્યું આ અમૃતકાળનું પહેલું બજેટ
[removed][removed]

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp