હાલમાં જ અબજોપતિની યાદીમાં શામેલ થયેલા કેશબ મહિન્દ્રાનું 99 વર્ષની વયે નિધન

PC: autocarindia.com

તાજેતરમાં જ ભારતના અબજોપતિ બિઝનેસમેનની યાદીમાં સામેલ થયેલા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એમિરિટ્સ ચેરમેન કેશબ મહિન્દ્રાનું આજે 12 તારીખે નિધન થયું છે. 99 વર્ષની વયે તેમણે જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. હાલમાં જાહેર થયેલી ફોર્બ્સની 2023ની બિલિયનર લિસ્ટમાં તેમને ભારતના 16 નવા અબજોપતિની યાદીમાં સામેલ કરાયા હતા. તેઓ પોતાની પાછળ 1.2 અબજ ડોલરની સંપત્તિ છોડી ગયા છે. કેશબ મહિન્દ્રાએ 48 વર્ષો સુધી મહિન્દ્રા ગ્રુપનું નેતૃત્વ કર્યું હતું અને 2012મા તેમણે ચેરમેન પદ છોડી દીધું હતું.

તેમના નિધન પર INSPACeના અધ્યક્ષ પવન ગોયેન્કાએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, ઔદ્યોગિક જગતે આજના સૌથી મોટા વ્યક્તિત્વને ગુમાવી દીધા છે. કેશબ મહિન્દ્રાનો કોઇ મુકાબલો નહોતો. સૌથી સારા વ્યક્તિને જાણવાનું મને સૌભાગ્ય મળ્યું. હું હંમેશાં તેમને મળવા માટે ઉત્સુક રહેતો હતો અને તેમનાથી ખૂબ પ્રેરિત હતો. ઓમ શાંતિ.

દિવંગત કેશબ મહિન્દ્રાનો જન્મ 9 ઓક્ટોબર 1923ના રોજ શિમલામાં થયો હતો. તેમણે 1947મા પોતાના પિતાની કંપનીમાં કાર કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ 1963મા તેમને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. કેશબ મહિન્દ્રા બિઝનેસમેન આનંદ મહિન્દ્રાના કાકા હતા અને તેઓ હજુ સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન એમેરિટ્સ હતા. 2012મા તેમને આ જવાબદારી મળી હતી. કેશબ મહિન્દ્રાએ અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ કર્યું હતું. પોતાના કાર્યકાળમાં તેમણે ફોકસ યુટિલીટીથી જોડાયેલા વાહનોના નિર્માણમાં ગ્રોથ અને તેના વેચાણ વધારવા પર ધ્યાન આપ્યું હતું. વિલીજ જીપને અલગ ઓળખ અપાવવામાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp