રતન ટાટાના ટ્રસ્ટનું મોટું પગલું, પહેલીવાર કંપનીઓમાં ભાગીદારી કરી

PC: twitter.com

દેશના સન્માનીય અને સખાવત માટે જાણીતા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ ગયા વર્ષે સેવાકાર્ય માટે 2 ટ્રસ્ટની સ્થાપના કરી હતી. એકનું નામ રતન ટાટા એનડોઉમેન્ટ ફાઉન્ડેશન અને બીજું રતન ટાટા એનડોઉમેન્ટ ટ્રસ્ટ. આ બંને ટ્રસ્ટ આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને રૂરલ ડેવલપમેન્ટ માટે કામ કરે છે. હવે જાણવા મળેલી વિગત મુજબ આ ટ્રસ્ટે પહેલીવાર ટાટા ગ્રુપની ટાટા ડિજીટલ અને ટાટા ટેકનોલોજીમાં 1-1 ટકા હિસ્સેદારી ખરીદી છે. આ હિસ્સેદારી ટાટા મોટર્સ પાસેથી ખરીદવામાં આવી છે.

રતન ટાટાના આ બંને ટ્રસ્ટની આવકનો સ્ત્રોત ઓપરેટીંગ કંપનીઓના ડિવિડન્ડની આવક છે. હવે પરોપકારના કામ વધવાને કારણે ફંડ ઓછું પડી રહ્યું છે. એવામાં ટાટા ડિજીટલ અને ટાટો ટેકનોલોજીનો હિસ્સો ખરીદવાને કારણે ડિવીડન્ડની આવક અને શેર વેચવાને કારણે જે કમાણી થશે તે ટ્રસ્ટમાં જમા થશે, જેથી ટ્રસ્ટની આવક વધી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp