લાલૂ પ્રસાદની દીકરીના ઘરેથી મળ્યા 70 લાખ રોકડા, આટલા કિલો સોનું

PC: twitter.com

લાલૂ પ્રસાદ યાદવ, તેમની દીકરીઓ અને તેમના સંબંધીઓને ત્યાં આજે EDએ દરોડા પાડ્યા હતા, જેમાં EDને લાલૂ પ્રસાદની બંને દીકરીના ઘરેથી 70 લાખ રૂપિયા રોકડા અને ઘરેણા મળ્યા હતા. આ સિવાય 1900 અમેરિકન ડોલર, 540 ગ્રામ ગોલ્ડ બુલિયન અને દોઢ કિલો સોનાના ઘરેણા જપ્ત કર્યા છે.

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે લાલુ પ્રસાદ યાદવના સંબંધીઓના આવાસ પર કરેલી છાપેમારીમાં મોટી માત્રામાં ઘણી જપ્તી કરવામાં આવી છે. ‘લેન્ડ ફોર જોબ્સ સ્કેમ’ કેસમાં થઈ રહેલી તપાસના સિલસિલામાં EDએ લાલુ પ્રસાદ યાદવના પરિવાર, સંબંધીઓ અને RJD નેતાઓના પરિસરો પર બિહાર સહિત ઘણા શહેરોમાં છાપેમારી હતી હતી.

છાપેમારીની આ કાર્યવાહી દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર ઉપસ્થિત રહ્યા. દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની સ્થિત એ ‘લાભાર્થી કંપની’ AK ઇન્ફોસિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડનું રજીસ્ટર્ડ સરનામું છે જે આ કેસમાં સામેલ છે. EDના જણાવ્યા મુજબ, યાદવ પરિવાર દ્વારા તેનો ઉપયોગ આવાસીય સંપત્તિના રૂપમાં કરવામાં આવી રહ્યો હતો. EDની આ છાપેમારી પટના, ફૂલવારીશરીફ, દિલ્હી-NCR, રાંચી અને મુંબઈ જેવા સ્થળો પર કરવામાં આવી, જ્યાં લાલુ પ્રસાદ યાદવની દીકરીઓ રાગિની યાદવ, ચંદા યાદવ અને હેમા યાદવ, RJDના પૂર્વ ધારાસભ્ય સૈયદ અબૂ દોજાના, અમિત કાત્યાલ, નવદીપ સરદાના અને પ્રવીણ જૈન રહે છે.

રિપોર્ટ્સ મુજબ, કેન્દ્રીય સુરક્ષા બળોના એસ્કોર્ટ સાથે લગભગ 2 ડઝન સ્થળોની તપાસ કરવામાં આવી. લાલુના સંબંધીઓ અને પરિવારજનોને ત્યાં થયેલી છાપેમારીની વિપક્ષે એક શ્વરમાં નિંદા કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, ‘છેલ્લા 24 કલાકથી મોદીએ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના ઘર પર ED બેસાડી રાખી છે. તેમની ગર્ભવતી પત્ની અને બહેનોને સતાવવામાં આવી રહી છે. લાલુ પ્રસાદ યાદવજી વૃદ્ધ છે, બીમાર છે, છતા મોદી સરકારે તેમના પ્રત્યે માનવતા ન દેખાડી. હવે પાણી માથા ઉપરથી જતું રહ્યું છે. મોદી સરકાર વિપક્ષી નેતાઓ પર ED-CBIનો દુરુપયોગ કરીને લોકતંત્રની હત્યાનો પ્રયાસ કરી રહી છે.

શિવસેનાના નેતા પ્રિયંકા ચાતુર્વેદીએ ટ્વીટ કરીને કહ્યું કે, અદાણી ગ્રુપ અને કર્ણાટકના ભાજપના નેતાને ત્યાં રોકડની જપ્તી પર ED ચૂપ છે, પરંતુ જ્યારે વિપક્ષની વાત આવે છે તો તે અતિ ઉત્સાહી થઈ જાય છે. પછી દિલ્હી હોય કે બિહાર, તેલંગાણા હોય કે પછી પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર. તેને ઇતિહાસમાં સ્વતંત્ર એજન્સીઓના સૌથી કાળા અધ્યાયના રૂપમાં યાદ કરવામાં આવશે. જ્યારે તેમણે ઝૂકવા કહેવામાં આવ્યું તો તેઓ ક્રોલ કરવા લાગી.

શું છે લેન્ડ ફોર જોબ સ્કેમ?

લેન્ડ ફોર જોબ સ્કેમ 14 વર્ષ જૂનો છે. આ કેસમાં ગયા વર્ષે 18 મેના રોજ CBIએ કેસ દાખલ કર્યો હતો. CBIના જણાવ્યા મુજબ, લોકોને પહેલા રેલવેમાં ગ્રુપ Dના પદો પર સબ્સ્ટિટ્યુટ તરીકે ભરતી કરવામાં આવ્યા અને જ્યારે તેમના પરિવારે જમીનની ડીલ કરી તો તેમને રેગ્યુલર કરી દેવામાં આવ્યા. CBIનું કહેવું છે કે, પટનામાં લાલુ પ્રસાદ યાદવના પરિવારે 1.05 લાખ વર્ગ ફૂટ જમીન પર કથિત રીતે કબજો કરી રાખ્યો છે. આ જમનની ડીલ રોકડમાં થઈ હતી એટલે કે લાલુ પરિવારે રોકડ આપીને આ જમીનોને ખરીદી હતી. CBI મુજબ આ જમીન ખૂબ જ ઓછી કિંમતમાં વેચી દેવામાં આવી હતી.

CBIને એ પણ જાણવા મળ્યું કે, ઝોનલ રેલવેમાં સબ્સ્ટિટ્યુટની ભરતીની કોઈ જાહેરાત કે પબ્લિક નોટિસ જાહેર કરવામાં આવી નહોતી, પરંતુ જે પરિવારોએ યાદવ પરિવારને પોતાની જમીન આપી, તેમના સભ્યોને રેલવેમાં મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરમાં નિમણૂક કરવામાં આવી. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મુજબ કેટલાક ઉમેદવારોની અરજીઓને અપ્રુવ કરવામાં ઉતાવળ કરવામાં આવી.

કેટલીક અરજીઓને 3 દિવસમાં જ અપ્રુવ કરી દેવામાં આવી. પશ્ચિમ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેએ ઉમેદવારોની અરજીઓને આખા સરનામા વિના પણ અપ્રુવ કરી દેવામાં આવી અને નિમણૂક કરી દેવામાં આવી. કુલ મળાવીને લાલુ પ્રસાદ યાદવ એન્ડ ફેમિલીએ કથિત રીતે 7 ઉમેદવારોને જમીનના બદલે નોકરી આપી. તેમાંથી 5 જમીનોનું વેચાણ થયું હતું, જ્યારે 2 ગિફ્ટ તરીકે આપી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp