શરદ પવારને પદેથી હટાવી અજીત પોતે બની ગયા NCP રાષ્ટ્રીય અધ્યક્ષ, EC સામે દાવો

PC: khabarchhe.com

મુંબઈમાં શક્તિ પ્રદર્શન કર્યા બાદ અજીત પવાર ગ્રુપે મોટો દાવો કર્યો છે. અજીત પવાર જુથે ચૂંટણી પંચ સામે એવો દાવો કર્યો છે કે, શરદ પવારની જગ્યાએ અજીત પવારને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દેવાયા છે. દાવો કરવામાં આવ્યો કે, કાર્યકારી પ્રમુખ પ્રફૂલ પટેલે 30 જૂનના રોજ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી હતી, જેમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો કે પાર્ટી લોકોના કલ્યાણના ઉદ્દેશથી દૂર જઈ રહી છે, એવામાં શરદ પવારની જગ્યાએ અજીત પવારને અધ્યક્ષ પદે ચૂંટવામાં આવે છે.

અજીત પવારનું શક્તિ પ્રદર્શન, કહ્યું- પવાર સાહેબ તમે 83 વર્ષના થઈ ગયા છો તમે....

અજીત પવારે પોતાના સમર્થકોને સંબોધિત કરતા કહ્યું કે, અમે આ પગલું શા માટે ઉઠાવ્યું? આ મોટો સવાલ છે. શરદ પવાર અમારા નેતા અને ગુરુ છે. એમા કોઈ શંકા નથી પરંતુ, આજે દેશમાં જે પ્રકારનું રાજકારણ થઈ રહ્યું છે, તે જોવાની જરૂર છે. અમે SC, CT, OBC, અલ્પસંખ્યકો માટે કામ કરવા માંગીએ છીએ. તેમના માટે કામ કરવુ અમારું સપનું છે. તેઓ CM કઇ રીતે બન્યા? ત્યારે પણ એ જ સ્થિતિ પેદા થઈ. વસંતદાદા પાટિલની સરકારનું પતન થયુ ને શરદ પવારે PULODનું ગઠન કર્યું અને 1978માં CM બન્યા.

તેમણે કહ્યું, 1980માં કોંગ્રેસની ત્સુનામી આવી. ઇન્દિરા ગાંધી ફરી દેશના PM બન્યા. ઇતિહાસ જુઓ દેશને કરિશ્માઈ નેતૃત્વની જરૂર છે. હવે ક્યાં છે જનતા પાર્ટી, જે 77માં સત્તામાં હતી, તે હવે ક્યાંય નથી. કારણ કે, તેમની પાસે કરિશ્માઈ નેતૃત્વ નથી. અજીત પવારે કહ્યું- 1999માં પવાર સાહેબે કહ્યું હતું કે, સોનિયા ગાંધી વિદેશી છે. તેઓ આપણા PM ના હોઈ શકે. અમે પવાર સાહેબની વાત સાંભળી. ભુજબલ સાહેબે શિવાજી પાર્કમાં રેલી કરી અને અમે મહારાષ્ટ્રમાં જઇને પ્રચાર કર્યો અને અમે 75 સીટો જીતી. બધાને જ મહત્ત્વપૂર્ણ વિભાગો મળ્યા. પરંતુ, મને કૃષ્ણા ખોરે મહામંડલ મળ્યું, જે 6 જિલ્લાઓ સુધી સીમિત હતું. પરંતુ, મેં સતત કામ કર્યું, શાસન-પ્રશાસન પર મારી પકડ બનાવી.

અજીત પવારે માન્યું કે, બેઠકમાં તે તમામ ધારાસભ્યો નથી, જેને લઇને તેમણે હસ્તાક્ષરનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું, ઘણા ધારાસભ્ય આજે અહીં નથી. કેટલાક હોસ્પિટલ ગયા છે. કેટલાક પહોંચી નથી શક્યા. કેટલાક ધારાસભ્ય વાઈ બી ચવ્હાણ સેન્ટરમાં છે. પરંતુ, તમામ મારા સંપર્કમાં છે. અજીત પવારે પોતાના સમર્થકોને સંબોધિત કરતા કહ્યું કે, પવાર સાહેબ તમે 83 વર્ષના થઈ ગયા છો, તમે ક્યારેય અટકશો કે નહીં. અમે સરકાર ચલાવી શકીએ છીએ, અમારામાં તાકાત છે. તો પછી અમને તક કેમ નહીં, કોઇપણ ઘરમાં 60 વર્ષ બાદ રિટાયર થાય છે અને આશીર્વાદ આપવાનું કામ કરે છે, તો તમે આવુ શા માટે નથી કરતા?

અજીત ગ્રુપના નેતા પ્રફૂલ્લ પટેલે કહ્યું, જ્યારે અમે શિવસેનાની વિચારધારાનો સ્વીકાર કરી શકીએ છીએ, તો BJPની વિચારધારાથી શું પ્રોબ્લેમ છે. જ્યારે મેહબૂબા મુફ્તી અને ફારૂક અબ્દુલ્લા BJPની સાથે આવી શકે છે, તો NCPની સાથે આવવામાં પ્રોબ્લેમ શું છે. તેમણે કહ્યું, આજે પ્રફૂલ્લ પટેલ આ મંચ પરથી બોલી રહ્યા છે, આ શરદ પવારનો મંચ કેમ નથી? આખો દેશ એ જ સવાલ પૂછી રહ્યો છે. પરંતુ, હું આ અંગે વાત કરવા નથી જઈ રહ્યો. પરંતુ, સમય આવવા પર હું બધુ જ જરૂર જણાવીશ. પ્રફૂલ્લ પટેલે કહ્યું, ઘણા બધા લોકો અજીત પવારને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમના પર ઘણા આરોપ લગાવી રહ્યા છે.

2022માં જ્યારે શિંદે જૂથ ગુવાહાટીમાં હતું, દરેક ધારાસભ્ય અને સાંસદ શરદ પવાર સાહેબની પાસે ગયા અને તેમને પૂછ્યું- તેમને BJP સાથે જવાની અપીલ કરી, પરંતુ તેઓ તૈયાર નહોતા. તેમણે કહ્યું- 2019માં તમે પૂછ્યું કે અજીત પવારે રાજભવનમાં જઇને ફડણવીસ સાથે શપથ કઇ રીતે લીધા? જો તેમણે પાર્ટી વિરુદ્ધ જઇને આવુ કર્યું હતું, તો તેમને સરકારમાં ડેપ્યૂટી CM અને વિપક્ષના નેતા શા માટે બનાવવામાં આવ્યા? હું વધુ વાત કરવા નથી માંગતો. જ્યારે સમય આવશે, ત્યારે હું બુક લખીશ, ત્યારે સમગ્ર દેશ હલી જશે. તમે બધા જાણો છો કે હું પડછાયાની જેમ પવાર સાહેબની સાથે હતો, ભલે સાચા રહ્યા હોય કે ખોટા. પ્રફૂલ્લ પટેલે કહ્યું, અમે શરદ પવારને અપીલ કરી હતી કે અમારી વાતો સાંભળી અને પોતાના આશીર્વાદ આપ્યા. અમને હજુ પણ મોડું નથી થયુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp