ભાજપના ધારાસભ્ય સામે ધરપકડ વોરંટ જાહેર, સગીર બાળકી પર બળાત્કારનો આરોપ

PC: Khabarche.com

ઉત્તર પ્રદેશના સોનભદ્રની એક અદાલતે સગીર બાળકી પર બળાત્કાર કરવાના 8 વર્ષ જૂના કેસમાં ભાજપના ધારાસભ્ય રામદુલાર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. રામદુલાર ગોંડ સોનભદ્ર જિલ્લાની દૂધી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. એડિશનલ સેશન જજ (II) રાહુલ મિશ્રાની કોર્ટે ધારાસભ્ય રામદુલારની ધરપકડ કરવાનો અને તેમને 23 જાન્યુઆરીએ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ એડવોકેટ સત્ય પ્રકાશ ત્રિપાઠીએ શુક્રવારે જણાવ્યું હતું કે મ્યોરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે 4 નવેમ્બર, 2014ની સાંજે તત્કાલીન ગ્રામપ્રધાનના પતિ અને હાલમાં દૂધી વિસ્તારના ભાજપના ધારાસભ્ય રામદુલારે તેની સગીર બહેનને ડરાવી-ધમકાવીને તેના પર ઘણીવાર બળાત્કાર ગુજાર્યો છે. તેમણે કહ્યું કે ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો અને પૂરતા પુરાવા મળ્યા બાદ તેમની સામે ચાર્જશીટ દાખલ કરી દીધી.

ત્રિપાઠીએ કહ્યું કે, કોર્ટે આરોપી બીજેપી ધારાસભ્ય રામદુલારને અનેક વખત સમન્સ મોકલ્યા હતા પરંતુ તેઓ હાજર થયા ન હતા. તેમણે કહ્યું, 'રામદુલાર 10 અને 17 જાન્યુઆરીએ બીમારીનું કારણ આપીને કોર્ટમાં હાજર ન થયા અને આજે પણ તેમણે આ જ વાત કહીને હાજરીમાંથી મુક્તિ માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી.' તેમણે કહ્યું કે કોર્ટે કડક વલણ અપનાવતા ધારાસભ્ય રામદુલાર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરી દીધું અને જિલ્લા પોલીસ અધિક્ષકને ધારાસભ્યની ધરપકડ કરવા અને આગામી 23 જાન્યુઆરીએ કોર્ટમાં રજૂ કરવા નિર્દેશ આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp