ફેબ્રુઆરીમાં 9 દિવસ બેંકો બંધ રહેશે બંધ

વર્ષ 2023નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં, વર્ષનો બીજા મહિનો એટલે કે ફેબ્રુઆરીની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે તે પહેલા, તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે બેંક કેટલા દિવસો માટે બંધ રહેશે. વાત કરીએ તો બેંક સામાન્ય લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. આજકાલ ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગના કારણે લોકોનું મોટા ભાગનું કામ ઘરે બેસીને જ થતુ હોય છે, પરંતુ મોટી રકમની રોકડ ઉપાડ, ડિમાન્ડ ડ્રાફ્ટ વગેરે જેવા કામો માટે બેંકની જરૂર પડે છે.

જો તમારે ફેબ્રુઆરી મહિનામાં બેંકમાં કોઈ મહત્વપૂર્ણ કામ પૂરું કરવાનું હોય તો આ આખા મહિનાની રજાઓની યાદી તપાસીને બેંકમાં જજા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર ફેબ્રુઆરી મહિનામાં બેંકમાં ઘણી રજાઓ છે. આ આખા મહિનામાં વિવિધ રાજ્યોમાં કુલ 09 દિવસ બેંકો બંધ રહેશે. જો તમારે ફેબ્રુઆરી મહિનામાં કોઈ મહત્વપૂર્ણ કામ પતાવવું હોય તો આ બેંકની રજાની યાદી જાઈને જ બેંકમાં જવાનું નક્કી કરજો.

ફેબ્રુઆરી મહિનામાં શનિવાર અને રવિવાર સિવાય મહાશિવરાત્રી જેવા તહેવારો પર બેંકો બંધ રહેશે. ફેબ્રુઆરીમાં આટલા દિવસો રહશે બેંક બંધ 5 ફેબ્રુઆરી, 2023 – રવિવાર (આખા ભારતમાં બેંકો બંધ રહેશે) ફેબ્રુઆરી 11, 2023 – બીજા શનિવાર (આખા ભારતમાં બેંકો બંધ રહેશે) ફેબ્રુઆરી 12, 2023 – રવિવાર (આખા ભારતમાં બેંકો બંધ રહેશે) ફેબ્રુઆરી 15, 2023- લુઇ-ન્ગાઇ-ની (હૈદરાબાદમાં બેંકો બંધ રહેશે) ફેબ્રુઆરી 18, 2023 – મહાશિવરાત્રી (અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, હૈદરાબાદ, કાનપુર, લખનૌ, મુંબઈ, નાગપુર, રાયપુર, રાંચી, શિમલા, તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે) ફેબ્રુઆરી 19, 2023 – રવિવાર (આખા ભારતમાં બેંકો બંધ રહેશે) ફેબ્રુઆરી 20, 2023 – રાજ્ય દિવસ (આઈઝોલમાં બેંકો બંધ રહેશે) 21 ફેબ્રુઆરી, 2023- લોસર (ગંગટોકમાં બેંકો બંધ રહેશે) 26 ફેબ્રુઆરી, 2023 – રવિવાર (આખા ભારતમાં બેંકો બંધ રહેશે) ફેબ્રુઆરી મહિનામાં, કુલ 28 દિવસોમાંથી, વિવિધ રાજ્યોમાં બેંકો 9 દિવસ માટે બંધ રહેશે.

આવી સ્થતિમાં, જો તમે ફેબ્રુઆરી 2023 માં બેંક હોલીડે પર કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવા માંગો છો, તો તમે તેને નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ દ્વારા કરી શકો છો. આ સિવાય તમે એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો. આ સાથે તમે ક્રેડિટ, ડેબિટ કાર્ડનો પણ સરળતાથી ઉપયોગ કરી શકો છો.

About The Author

Related Posts

Top News

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.