
બિહારના બેગૂસરાયમાં બટેટાની ખેતી કરનારા ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. પાક પર યોગ્ય ભાવ ન મળવાથી નારાજ ખેડૂતોએ નેશનલ હાઇવે નંબર-28 પર બટેટા ફેકીને વિરોધ પ્રદર્શન કર્યું, આ વખત બટેટાની ખેતીથી મૂળ રકમ પણ કાઢી શકતા નથી. સ્થિતિ એવી છે કે, 1 કિલો પર ખેડૂતોને 4 રૂપિયા પણ મળી રહ્યા નથી. આ વખત બટેટાનો સારો પાક થયો છે. ખેડૂતોને આશા હતી કે, સારો એવો નફો મળશે. જો કે, ખેડૂતોને એક કિલો બટેટાની ખરીદી પર 4 રૂપિયા પણ મળી રહ્યા નથી.
ખેડૂતો પાકને સ્ટોર કરવા માગે છે, પરંતુ કોલ્ડ સ્ટોરેજની સુવિધા પણ નથી. પરેશાન ખેડૂતોએ નેશનલ હાઇવે નંબર-28ના રસ્તા પર જ બટેટા ફેકીને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિરુદ્ધ ખૂબ નારેબાજી કરી. ખેડૂતોના આ વિરોધ પ્રદર્શનના કારણે રસ્તા પર અવર-જવર પૂરી રીતે બંધ થઈ ગઈ. બંને સાઇડ પર વાહનોની લાંબી લાઇન લાગી ગઈ. ખેડૂતોએ જણાવ્યું કે, બટેટાની ખેતીના ખર્ચની અડધી કિંમત પણ મળી રહી નથી. જો આ જ સ્થિતિ બની રહી તો આગામી વર્ષે ખેડૂત બટેટાની ખેતી છોડવા મજબૂર થઈ જશે. બટેટા આ વખત ખેડૂતોની કમર તોડી રહ્યા છે.
Video | Bihar Farmers Dump Hundreds Of #Potato Sacks On Road pic.twitter.com/JEPXVT6Xhd
— Daily Excelsior (@DailyExcelsior1) March 10, 2023
ખડૂતો બટેટાના પાકનું ખોદકામ તો કરી રહ્યા છે, પરંતુ તેમણે સમજ પડતી નથી કે, એટલી ઓછી રકમ મળવા પર તેઓ ખર્ચ કઈ રીતે કાઢી શકશે. તેમની સામે જીવન ગુજરાન ચલાવવાનું મુશ્કેલ થઈ ગયું છે. પરેશાન ખેડૂત ટ્રેક્ટરથી બટેટા રસ્તાઓ પર ફેકી રહ્યા છે. વિરોધ દરમિયાન ખેડૂતોએ બટેટા પર MSP નિર્ધારિત કરવાની માગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે, સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી છે અને બીજી તરફ અમને ઉત્પાદનનો અડધો ખર્ચ પણ મળી રહ્યો નથી.
Video: Bihar Farmers Dump Hundreds Of Potato Sacks On Road, Demand This https://t.co/mNd35wU0r8 pic.twitter.com/gGhOr0Quq8
— NDTV (@ndtv) March 10, 2023
આ વખત ન તો ખેડૂતોને વેપારી મળી રહ્યા છે અને ન તો કોલ્ડ સ્ટોરના માલિક બટેટા રાખવા તૈયાર થઈ રહ્યા છે. હવે ખેતરે બટેટા કાઢવા માટે ખેડૂતોને મજૂર પણ મળી રહ્યા નથી. કેરળની જેમ બિહારમાં પણ લીલી શાકભાજીઓ અને બટેટાની MSP નક્કી કરવામાં આવે. બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે, પહેલા પાક નુકસાનનું વળતર પણ ખેડૂતોને આપવામાં આવતું હતું, પરંતુ હવે સરકારે તે પણ બંધ કરી દીધું છે. તેનાથી હવે ખેડૂત ભૂખમરાની કગાર પર પહોંચી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp