
ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ અનેક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોની નિમણૂકની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. તેને જોતા ભાજપે રાજસ્થાનમાં લોકસભા સાંસદ સીપી જોશીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. અગાઉ રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા હતા. જણાવી દઈએ કે સીપી જોશી ચિત્તોડગઢના ભાજપના સાંસદ છે.
બિહારમાં સમ્રાટ ચૌધરીને જવાબદારી મળી
સાથે જ સમ્રાટ ચૌધરીને બિહાર બીજેપીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સમ્રાટ ચૌધરી સંજય જયસ્વાલનું સ્થાન લેશે. સમ્રાટ ચૌધરી હાલમાં બિહાર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા છે અને તેઓ કુશવાહા સમુદાયમાંથી આવે છે. સમ્રાટ ચૌધરી અગાઉની એનડીએ સરકારમાં મંત્રી હતા.
દિલ્હીમાં વીરેન્દ્ર સચદેવાને સોંપવામાં આવી કમાન
આ સિવાય બીજેપીએ દિલ્હીમાં વીરેન્દ્ર સચદેવાને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. સચદેવાને ગયા વર્ષે ડિસેમ્બરમાં દિલ્હી બીજેપી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમણે આદેશ ગુપ્તાની જગ્યા લીધી હતી.
ઓરિસ્સામાં પણ પ્રમુખ બદલાયા
બીજી તરફ ઓરિસ્સામાં મનમોહન સામલને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ સંગઠનમાં આ મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp