ભાજપને ફંડમાં મળ્યા 614 કરોડ અને કોંગ્રેસને મળ્યા ફક્ત આટલા રૂપિયા

ચૂંટણી સુધારણા માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક અહેવાલમાં જણાવાયું છે કે 2021-22માં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને 614 કરોડ રૂપિયા જ્યારે કોંગ્રેસને 95 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું. ADRના એક અહેવાલ મુજબ, 2021-22 માટે, રાષ્ટ્રીય રાજકીય પક્ષોએ 7,141 દાન (20,000 રૂપિયાથી વધુ) માંથી કુલ 780.774 કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું છે. ભાજપ અને કોંગ્રેસને મળેલા દાનમાંથી 353 કરોડ રૂપિયા પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે આપ્યા છે, જે સૌથી વધુ રકમ મેળવનાર પક્ષોને સૌથી વધુ ફંડ આપનાર દાતા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપે 4,957 દાનથી કુલ 614.63 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે, ત્યારબાદ કોંગ્રેસનો નંબર આવે છે. કોંગ્રેસે 1,255 દાનથી 95.46 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલ ફંડ આ સમયગાળા માટે કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ), એનપીઈપી, તૃણમૂલ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા કુલ ફંડ કરતા ત્રણ ગણું વધુ છે.

ADRએ કહ્યું કે બહુજન સમાજ પાર્ટી (બીએસપી) એ જાહેર કર્યું છે કે તેને 2021-22 દરમિયાન 20,000 રૂપિયાથી વધુનું કોઈ દાન મળ્યું નથી, જેવું તે છેલ્લા 16 વર્ષથી જાહેર કરી રહી છે. 2021-22 દરમિયાન રાષ્ટ્રીય પક્ષોને કુલ દાનમાં 187.03 કરોડ રૂપિયાનો વધારો થયો છે, જે 2020-21ની સરખામણીએ 31.50 ટકાનો વધારો છે. ભાજપને દાન 2020-21માં રૂ. 477.55 કરોડથી વધીને 2021-22માં રૂ. 614.63 કરોડ થયું છે, જે એક વર્ષમાં 28.71 ટકાનો વધારો છે. કોંગ્રેસનું ફંડ નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 74.52 કરોડથી વધીને 2021-22 દરમિયાન રૂ. 95.46 કરોડ થયું છે, જેમાં 28.09 ટકાનો વધારો થયો છે.

CPI(M) અને NCP એ 2020-21ની સરખામણીમાં 2021-22માં અનુક્રમે 22.06 ટકા (રૂ. 2.85 કરોડ) અને 40.50 ટકા (રૂ. 24.10 લાખ) ઓછું ફંડ મળવાની જાહેરાત કરી છે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને સોંપવામાં આવેલા ડોનેશનના અહેવાલો પરથી આ માહિતી મળી છે. ભાજપ અને કોંગ્રેસને મળેલા દાનમાંથી 353 કરોડ રૂપિયા પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટમાંથી આવ્યા છે, જે સૌથી વધુ રકમ મેળવનાર પક્ષોને સૌથી વધુ ફંડ આપનાર દાતા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન લિમિટેડે કોંગ્રેસને 15 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.