પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરાવવા 1000 દંડ વસૂલાતા ભાજપે PMને કરી રજૂઆત

On

પોરબંદર જિલ્લા ભાજપે વડાપ્રધાનને રજૂઆત કરી પાનકાર્ડ-આધારકાર્ડને લીક કરવામાં થતી મુશ્કેલીના નિવારણ માટે ઘટતું કરવા રજૂઆત કરી હતી. તાત્કાલીક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવા માગ કરી હતી.

પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ મોઢવાડિયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીક કરવા માટે સાત વર્ષ પહેલા કહેવામાં આવ્યું હતું અને વર્ષ સુધી કોઈ પણ જાતનો દંડ કે એવું કઈ હતું નહિ આ છ વર્ષના સમયગાળા દરમીયાન લીંક કરાવવામાં બાકી રહી ગયેલા લોકો માટે તા.01-04-2022 થી રૂ.1000 દંડ રાખવામાં આવ્યો છે. હવે લોકો પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરાવવા માટે જાગૃત થયા છે, ત્યારે કેટલીક સમસ્યાઓ સર્જાઈ છે.

પોરબંદર જિલ્લામાં આધાર કેન્દ્રો ઓછા પ્રમાણમાં હોવાથી અને લોકોનો ઘસારો વધુ હોવાથી આધાર કેન્દ્રો પર લોકોની ખુબ ભીડ એકઠી થાય છે માટે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડતી હોઈ વધુ આધાર કેન્દ્રો ખોલવા જોઈએ તેમજ આધારકાર્ડમાં નામ અને જન્મ તારીખ સુધારવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ માન્ય રાખતા નથી.

ગ્રામપંચાયત અથવા નગરપાલિકાનો જન્મનો દાખલો માન્ય ગણતા હોય જે લોકો પાસે આ દાખલો ન હોય તેમના માટે મુશ્કેલીઓ સર્જાય છે, અને અમુક ગામડાઓમાં તો 1982 પહેલાનો રેકોર્ડ ન હોવાથી જન્મ તારીખનો દાખલો નીકળી શકતો ન હોઈ એ લોકો માટે આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક કરાવવું અશક્ય બને છે, માટે આ સમસ્યાઓનો પણ વ્યવહારૂ ઉકેલ લાવવો ખુબ જ જરૂરી છે.

સ્કુલ લીવીંગ સર્ટિફિકેટમાં વ્યક્તિના નામની પાછળ ભાઈ/બહેન/લાલ/કુમાર જેવા માનવાચક શબ્દો લગાડેલા હોય છે, પરંતુ આધારકાર્ડમાં આ શબ્દો ના હોવાને કારણે અને જન્મનો દાખલો ન હોવાને કારણે આવા નામોમાં સુધારા થતા નથી, જેના કારણે પણ પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીક થઈ શકતું નથી. આમ તો પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીક કરવા માટે લોકોને પૂરતો સમય આપ્યો છે છતાં પણ લોકોમાં આવેલી જાગૃતતાના કારણે હજુ એક વર્ષ જેટલો સમય વધારી દેવા માટે અમારી ખાસ ભલામણ છે, જેથી કરીને લોકો મામુલી ચાર્જમાં પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લીક કરાવી શકે. આ સમસ્યાઓ ધ્યાને પોરબંદર ભાજપની ખાસ રજૂઆત કરી છે

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati