VIDEO: ભાજપના સાંસદ જે લોકર માટે ધરણા પર બેસેલા એમાંથી જુઓ શું નીકળ્યું

PC: resize.indiatvnews.com

રાજસ્થાનમાં ભાજપના સાંસદ કિરોડી લાલ મીણાએ 13 ઓકટોબરે, જયપુરમાં એક બિલ્ડીંગ પાસે ધરણાં કર્યા હતા, તેમણે આરોપ મૂક્યો હતો કે આ બિલ્ડીંગમાં ગેરકાયદે લોકર છે અને એક નેતાના 500 કરોડ રૂપિયા અને 50 કિલો સોનું રાખવામાં આવ્યું છે. ભાજપના સાંસદ કિરોડી લાલ મીણાને ભાજપે આ વખતે વિધાનસભાની ટિકીટ આપેલી છે.

તેમના ધરણાં પછી આવકવેરા વિભાગે લોકર ખોલ્યાં તો સવા કરોડ રૂપિયા રોકડા અને 1 કિલો સોનું મળ્યું છે. રોકડા રૂપિયા ગણવા માટે આવકવેરા અધિકારીઓએ મશીનો મંગાવવા પડ્યા હતા. જો કે, લોકર કોના નામ પર છે તેની આવકવેરાને ખબર નથી પડી કારણકે, સરનામું અને નામ ખોટા નિકળ્યા છે. બીજા માલિકોને બોલાવીને લોકરો ખોલવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp