26th January selfie contest

શું આજના કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીને પોતાનું સંસદ સભ્યપદ પાછું મળી શકે?

PC: twitter.com

હવે 13 એપ્રિલે આ કેસમાં સુનાવણી થશે. કોંગ્રેસના નેતા અને વકીલ બાબુ માંગુકિયાએ મીડિયાને જણાવ્યું કે બધાને એક જ સવાલ છે કે શું રાહુલ ગાંધીને ફરીથી સાંસદનું પદ મળી જશે. તો તેનો જવાબ એ છે કે હાલ આ કેસમાં તારીખ પડી છે. એટલે કે આ કેસમાં તેમને રેગ્યુલર જામીન મળી ગયા છે. આ ઉપરાંત તેમને જે સજા કરાઇ છે તે સજા પણ સસ્પેન્ડ એટલે કે મોકૂફ કરાઇ છે. એટલે હવે આગામી સમયમાં એ વાત ઉપર કેસ ચાલશે કે તેમને જો સજા મળી છે તે બરાબર છે કે નહીં. તે અંગે દલીલો કરવામાં આવશે. કોર્ટે ફરિયાદીને 10 તારીખ સુધી પોતાનો પક્ષ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. 13 તારીખે તે અંગે સુનાવણી થશે. ત્યારપછી જ નક્કી થશે કે રાહુલ ગાંધી પોતાનું સંસદનું સભ્યપદ પાછું મેળવી શકે છે કે નહીં.

એટલે હાલ રાહુલ ગાંધીની સજા બરકરાર છે. તેઓ સજા ઓછા કરાવવા કે રદ કરાવવા અંગે આગળ પોતાની વાત રજૂ કરી શકશે. જોકે, 13 તારીખે તેમણે રૂબરૂ હાજર રહેવાની જરૂર નથી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરતની સેશન કોર્ટમાં માનહાનિના કેસમાં મળેલી સજાને પડકાર આપવા માટે તેઓ ત્યાં પહોંચ્યા છે. સુરતની સેશન્સ કોર્ટથી 13 એપ્રિલ સુધી તેમને જામીન મળી ગયા છે. સાથે જ સજા સંભળાવવામાં આવી હતી, એ જ સજા વિરુદ્વ 3 મેના રોજ સુનાવણી થશે. આ કેસમાં સજા સંભળાવ્યાના 11 દિવસ બાદ તેમણે સેશન કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેઓ સુરત રવાના થવા અગાઉ કોંગ્રેસ નેતા અને તેમના બહેન પ્રિયંકા ગાંધી તેમને મળવા માટે પહોંચ્યા હતા. તેઓ રાહુલ ગાંધી સાથે સેશન્સ કોર્ટ પહોંચ્યા હતા. આ ઉપરાંત સુનાવણી સમયે રાહુલ ગાંધી પોતે કોર્ટમાં નહીં આવે તો પણ ચાલશે, તેવું કહેવામાં આવ્યું છે.

આ અગાઉ સોનિયા ગાંધીએ પણ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે ઘણા દિગ્ગજ કોંગ્રેસી પણ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે સુરતમાં કહ્યું કે, અમને ન્યાયપાલિક પર ભરોસો છે. અમે અહી પોતાની એકતા દેખાડવા આવ્યા છીએ. અમે દેશને બચાવવા માટે સત્યાગ્રહ કરી રહ્યા છીએ. દેશ જોઈ રહ્યો છે કે ઇન્દિરા ગાંધીના પૌત્ર અને રાજીવ ગાંધીના દીકરા રાહુલ ગાંધી સાથે આજે કેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે દાવો કર્યો હતો કે, ગુજરાતની ભાજપ સરકાર કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓને સુરત જતા રોકવા માટે ગેરકાયદેસર ધરપકડ કરી રહી છે.

તેમણે એમ પણ કહ્યું કે, ભાજપનો લોકતાંત્રિક ચહેરો વારંવાર બેનકાબ થઈ રહ્યો છે. અમે કાર્યકર્તાઓને તાત્કાલિક છોડવાની માગ કરી રહ્યા છીએ. સુરત એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું ગભરાવાનો નથી. હું દેશનો અવાજ બનીને બોલીશ. આજ નહીં તો કાલે અમને ન્યાય મળશે. અમને ન્યાયપાલિક પર ભરોસો છે. તો કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ સોમવારે દાવો કર્યો હતો કે કોંગ્રેસ ન્યાયપાલિક પર અનુચિત દબાવ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સુરતની એક કોર્ટમાં ઉપસ્થિત થવા માટે જતી વખત પાર્ટીના નેતાઓના જવાની યોજના પર સવાલ ઊભો કર્યો. તેમણે કહ્યું કે, મારો સીધો સવાલ છે કે, કોંગ્રેસ ન્યાયપાલિક પર આ પ્રકારે અનુચિત દબાવ બનાવવાનો પ્રયાસ શા માટે કરી રહી છે. ન્યાયિક મામલાઓમાં કાર્યવાહી કરવાની રીત હોય છે, પરંતુ શું આ રીત છે? શું પહેલા એવો કોઈ કેસ જોવા મળ્યો છે? જ્યારે કોઈ પાર્ટી કોર્ટનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ માત્ર રાહુલ ગાંધી માટે નાટક કરી રહી છે કેમ કે તે એક પરિવાર અને એક વ્યક્તિને દેશ અને તેના કાયદાથી ઉપર માને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp