દિલ્હીના DyCM મનીષ સિસોદિયાની CBIએ ધરપકડ કરી, BJPએ કહેલું જેલ તો જવું જ પડશે

PC: twitter.com

દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયાની શરાબ કૌભાંડમાં રવિવારે મોડી સાંજે ધરપકડ કરી લેવામાં આવી  છે. CBIએ સિસોદીયાની 8 કલાક પુછપરછ પછી ધરપકડ કરી લીધી છે. આ કેસમાં CBIએ એક બ્યૂરોક્રેટનું નિવેદન નોંધ્યું હતું. તપાસ એજન્સી  CBIનું કહેવું છે કે મનીષ સિસોદીયાએ આબકારી નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી અને કેટલીક સૂચનાઓ પણ આપી હતી.

દિલ્હીના ડેપ્યૂટી મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની છેલ્લાં ઘણા સમયથી CBI તપાસ કરી રહી હતી. દિલ્હી સરકારની આબકારી નીતિમાં કૌભાંડ થયું હોવાનો આરોપ મુકીને  પુછપરછ ઘણા સમયથી ચાલતી હતી. રવિવારે પણ સિસોદીયાની 8 કલાક પુછપરછ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ મનીષ સિસોદીની  પુછપરછને એક ઇવેન્ટ બનાવી દીધી હતી.

મનીષ સિસોદિયા મામલે ભાજપ સાંસદ બોલ્યા- જેલ તો તેમને જવું જ પડશે

આ CBI આબકારી નીતિ કૌભાંડમાં મનીષ સિસોદિયાએ પૂછપરછ કરી રહી છે. CBIની પૂછપરછ અગાઉ મનીષ સિસોદિયા રાજઘાટ પણ પહોંચ્યા હતા. મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટી (AAP) સતત આરોપ લગાવી રહી છે કે, આજે મનીષ સિસોદિયાની CBI ધરપકડ કરી શકે છે. તેના પર ભાજપે જોરદાર પ્રહાર કર્યો. ભાજપ નેતાઓએ તેને આમ આદમી પાર્ટીની ગભરાટ બતાવી છે.

તેના પર ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ મનીષ સિસોદિયા પર પ્રહાર કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારને ઇવેન્ટ મેનેજમેન્ટ બદલવાથી તેમને ભ્રષ્ટાચાર છુપાવવામાં મદદ મળશે. આબકારી નીતિ કૌભાંડ પર આમ આદમી પાર્ટીએ કોઈ જવાબ આપ્યો નથી. એક વાત તો સ્પષ્ટ છે કે, તેઓ સત્ય છુપાવવામાં લાગ્યા છે. તેમને CBIને જવાબ આપવો જોઈએ. ઇવેન્ટ મેનેજમેન્ટની જરૂરિયાત નથી.

તો દિલ્હી ભાજપના મીડિયા પ્રભારી હરીશ ખુરાનાએ ટ્વીટ કરતા કહ્યું કે, એટલા ડરી કેમ રહ્યા છો @msisodia જી. જો કંઈ નથી કર્યું તો ડરવાની શી જરૂરિયાત છે. પોતાની જાતને 'બિચારો' દેખાડવાનો પ્રયત્ન અત્યારથી @arvindKejriwal. ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ કહ્યું કે, જ્યારે ઠેર ઠેર દારૂની દુકાન હોય, ઑક્સિજન વેચી, લાંચખોરી કરી તો મનીષ જીને ભગતસિંહ જીની યાદ ન આવી.

હવે જ્યારે પાપોના હિસાબ થવાનો સમય આવ્યો છે તો ભગતસિંહ જી યાદ આવી રહ્યા છે. યાદ રાખજો ભગત સિંહજી આઝાદી માટે જેલ ગયા હતા, તમે જેલ જશો ભ્રષ્ટાચાર કર્યો તેના માટે. પ્રવેશ વર્માએ આગળ કહ્યું કે, મહાત્મા ગાંધીજી ભ્રષ્ટાચાર અને દારૂને અભિશાપ માનતા હતા, જો તમે તો બંને સર્વગુણ સંપન્ન છો, મનીષ જી પોતાની માતાજીનો આશીર્વાદ આજે લઈ રહ્યા છે. જો ભ્રષ્ટાચાર કરવા અગાઉ તેમને જણાવ્યું હોત તો આજે આ દિવસ ન જોવા પડતા.

દિલ્હીના લાખો યુવાનોનું જીવન બરબાદ કર્યું. તેમને જેલ તો જવું જ પડશે. ભાજપ દિલ્હીના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, એ સમજથી વિરુદ્વ છે કે આમ આદમી પાર્ટીને નાટક કરવામાં આટલો આનંદ કેમ આવે છે. કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. તેના પર આ પ્રકારની ખોટી ટિપ્પણી કરવી તેમની ગભરાટ દેખાડે છે. દિલ્હીના બાળકો અને વાલીઓનું માથું આજે શરમથી નમી ગયું છે કે દિલ્હીના શિયાં મંત્રી આ પ્રકારનું નાટક કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ડ્રામેબાજ છે, જે પોતાની દરેક ઘટનાને એક ઇવેન્ટના રૂપમાં લે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp