નાણાકીય છેતરપિંડીના દરેક કેસમાં CBIની જરૂર નથીઃ સુપ્રીમ કોર્ટ

PC: khabarchhe.com

સુપ્રીમ કોર્ટે નાણાકીય છેતરપિંડી સાથે જોડાયેલા મામલાની તપાસ કરવા માટે વિશેષ એજન્સીની જરૂરિયાત હોવા પર ભાર મુક્યો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે ફાઇનાન્સિયલ ફ્રોડના તમામ મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન(CBI)ની જરૂર હોતી નથી. સુપ્રીમ કોર્ટે આ વાત એક જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન કહી છે, જેમાં કેન્દ્ર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પર આકરી કાર્યવાહી નહીં કરવાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં એક એનજીઓ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીયકૃત બેંકોથી લીધેલી લોન નહીં ચૂકવનાર મોટા કોર્પોરેટ જૂથો અને ઉદ્યોગપતિઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવતી નથી. સાથે જ તેમની વિરુદ્ધ CBI તપાસની માગં કરાઈ હતી. આના પર જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ બીવી નાગરત્ને કહ્યું કે નાણાકીય છેતરપિંડીના તમામ મામલામાં CBIને તપાસ સોંપવાની સલાહ આપવામાં આવતી નથી. અરજી કરનાર તરફથી કોર્ટમાં જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ અને પ્રણવ સચદેવે CBI તપાસની માંગ પર ભાર મૂક્યો હતો.

પ્રશાંત ભૂષણે એ વાતને આધાર બનાવી હતી કે સરકાર રચિત સમિતિએ ખુદે જ 50 કરોડ રૂપિયાથી વધુના ડિફોલ્ટ મામલામાં CBIને લાવવાની ભલામણ કરી હતી. તેમણે કહ્યું કે ભલામણના આધાર પર ડિફોલ્ટરનો પાસપોર્ટ જપ્ત થવો જાઈએ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જાઈએ. સુનાવણી દરમિયાન રિઝર્વ બેંકે તર્ક આપ્યો કે ફાસ્ટ ટ્રેક કોર્ટ અને પાસપોર્ટનો મામલો સરકારના ક્ષેત્રમાં આવે છે અને તેમના તરફથી કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી. આના પર સુપ્રીમ કોર્ટની બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને જવાબ દાખલ કરવા કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp