BJP MP કહે- મહુઆ મોઇત્રા સામે CBI તપાસનો આદેશ અપાયો, સાંસદે કહ્યુ-પહેલા અદાણી...
સંસદભવનમાં સવાલ પૂછવાને બદલે પૈસા લેવાના આરોપના કેસમાં TMC સાંસદ મહુઆ મોઇત્રાને લઈને ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, TMC સાંસદ સામે CBI તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ભાજપના સાંસદ નિશિકાંત દૂબેએ કહ્યું હતું કે, લોકપાલે મહુઆ મોઇત્રા સામે CBI તપાસનો આદેશ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, લોકપાલે આજે મારી ફરિયાદ પર આરોપી સાંસદ મહુઆ મોઇત્રાના નેશનલ સુરક્ષા ગીરવી રાખીને ભ્રષ્ટાચાર કરવા પર CBI તપાસનો આદેશ આપ્યો છે.
लोकपाल ने आज मेरे कम्प्लेन पर आरोपी सांसद महुआ जी के राष्ट्रीय सुरक्षा को गिरवी रखकर भ्रष्टाचार करने पर CBI inquiry का आदेश दिया
— Dr Nishikant Dubey (@nishikant_dubey) November 8, 2023
આ બધા વચ્ચે મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે, મીડિયા જે મારો જવાબ જાણવા ફોન કરી રહ્યા છે. તેમને કહેવું છે કે, CBIને 13 હજાર કરોડ રૂપિયાના અદાણી કોલ સ્કેમ મામલે પહેલા FIR નોંધવી પડશે. સાંસદે વધુમાં લખ્યું કે, નેશનલ સુરક્ષાનો આ મુદ્દો એવો છે કે, કેવી રીતે શંકાસ્પદ FPI માલિકીની (ચીની અને UAE સહિત) અદાણી કંપનીઓ ભારતીય પોર્ટ અને એરપોર્ટ્સને ખરીદી રહી છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, CBI તમારું સ્વાગત છે. આવો અને મારા જૂતા ગણો.
For media calling me- my answer:
— Mahua Moitra (@MahuaMoitra) November 8, 2023
1. CBI needs to first file FIR on ₹13,000 crore Adani coal scam
2. National security issue is how dodgy FPI owned (inc Chinese & UAE ) Adani firms buying Indian ports & airports with @HMOIndia clearance
Then CBI welcome to come, count my shoes
TMC MP મહુઆ મોઇત્રાએ રિપોર્ટરને આંખ બતાવી, કહ્યું- કમિટીએ મને ગંદા સવાલો પુછ્યા
કેશ ફોર ક્વેરી કેસમાં આરોપોનો સામનો કરી રહેલા TMC સાંસદ મહુઆ મોઇત્રા આજે સંસદની એથિક્સ કમિટી સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન સમિતિના સભ્યોએ તેમને સંસદમાં સવાલો પુછવા માટે પૈસા લેવા અંગેના આરોપો પર સવાલ-જવાબ કર્યા હતા. કમિટી સામે રજૂ થયા પથી બહાર આવેલા સાંસદ મહુઆનો ચહોરો ગુસ્સાથી લાલચોળ હતો. આ દરમિયાન મીડિયાને મહુઆએ કહ્યું હતું કે એથિક્સ કમિટિએ મને ગંદા સવાલો પુછ્યા હતા.. સાથે જ એક સવાલના જવાબમાં તેમણે પત્રકારોને પોતાની આંખો બતાવીને પૂછ્યું કે, શું તમે મારી આંખોમાં આંસુ દેખાઇ છે? મહુઆએ પેનલના અધ્યક્ષ પર વ્યકિતગત અને અનૈતિક સવાલો પુછ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા એક રૂમમાંથી બહાર આવી રહ્યા છે અને તેમના ચહેરા પર સખત ગુસ્સો જોવા મળી રહ્યો છે. લાલ સાડીમાં સડસડાટ દાદરો ઉતરી રહેલા મહુઓને મીડિયાના લોકો સતત સવાલોનો મારો કરી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહુઆએ પોતાના પર લાગેલા બધા આરોપોને નકાર્યા હતા અને પોતે નિર્દોષ હોવાની એથિક્સ કમિટી સમક્ષ વાત કરી હતી.મહુઆએ સંસદીય સમિતિને જણાવ્યું કે તેમની પર જે આરોપો લગાવવામાં આવ્યા છે તે વકીલ જય અનંત દેહાદ્રાઇની દુશ્મનીથી પ્રેરિત છે, કારણકે તેમણે મારી સાથે વ્યક્તિગત સંબંધ તોડી નાંખ્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે એથિક્સ કમિટીમાં મહુઆને કોંગ્રેસ સાંસદ અને પેનલના સભ્ય એન. ઉત્તમ કુમાર રેડ્ડી, બસપાના દાનિશ અલી સહિત કેટલાંક વિપક્ષી સાંસદોનું સમર્થન મળ્યું હતું. ભાજપના નેતાઓ એવું ઇચ્છતા હતા કે મહુઆ આરોપોના જવાબ આપે.
સૂત્રોના કહેવા મુજબ, એથિક્સ કમિટી સમક્ષ તેણીના નિવેદનનો મુખ્ય ભાગ દેહદ્રાઇ સાથેના તેમના સંબંધ વિશે હતો, કારણ કે તેણી આ કેસમાં આરોપો માટે દેહદ્રાઇને દોષી ઠેરવતી દેખાતી હતી. દેહદ્રાઇની અરજીને ટાંકીને, બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પાસે તેમની સામે ફરિયાદ કરી હતી, જેમણે આ મામલો સમિતિને મોકલ્યો હતો.
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ અદાણી જૂથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની વતી સંસદમાં સવાલો પૂછવા માટે લાંચ લેવાનો મહુઆ પર આરોપ મૂક્યો હતો.
આ પહેલાં TMC સાંસદ મહુઆએ કહ્યું હતું કે, આરોપો તો કોઇ પણ લાગી સકે, પરંતુ આરોપોને સાબિત કરવાની જવાબદારી ફરિયાદીની હોય છે. સંસદની એથિક્સ કમિટિની એફિડેવીટ મેં વાંચી છે અને તેમાં ક્યાંય પણ મને 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, તેવો ઉલ્લેખ નથી. નિશિકાંત દુબેએ લગાવેલા આરોપો મહુઆએ ફગાવી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp