કોંગ્રેસ નેતાએ લાઈવ શોમાં BJP પ્રવક્તાને ગુંડા કહ્યા, BJP નેતાએ સોનિયા ગાંધીને..

PC: kc

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત નરેન્દ્ર મોદી સરકાર પર વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકાર તેમને સંસદમાં બોલવા દેતી નથી. આ વિષય પર ટીવી ડિબેટ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત અને BJP પ્રવક્તા શહજાદ પૂનાવાલા વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી.

એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા અને શહજાદ પૂનાવાલા વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન સુપ્રિયા શ્રીનેતે શહજાદ પૂનાવાલાને વારંવાર ગુંડા કહેવા લાગ્યા. આ સાથે તેમણે કહ્યું કે મારી વચ્ચે કોઈને બોલવા દેવા જોઈએ નહીં. મારી સામે બેઠેલા ગુંડાને શાંત કરવામાં આવે. સુપ્રિયા શ્રીનેતે પર ગુસ્સે ભરાયેલા શહજાદ પૂનાવાલાએ કહ્યું, 'તમે તમારી ભાષા પર નિયંત્રણ કેમ નથી રાખતા, થોડી રીતભાત શીખો.'

શહજાદ પૂનાવાલાએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું, 'જો તમે ગુંડાગીરીનો ઉલ્લેખ કરી રહ્યા છો, તો તમારે રાહુલ ગાંધી વિશે વાત કરવી જોઈએ. જેઓ બીજા દેશોમાં જઈને ભારત માતા વિરુદ્ધ બોલે છે. આવા લોકો ભારતને જોડવા નીકળ્યા છે?'' આ સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસ રમખાણોની પાર્ટી છે, રાજીવ ગાંધી રમખાણોના પિતા, સોનિયા ગાંધી નફરત ફેલાવે છે. હવે આગળ વધો. શહજાદ પૂનાવાલાની આ વાત પર કોંગ્રેસ નેતા ભડકી ઉઠ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp