હાથરસઃ કોર્ટે ADGને કહ્યુ-શું તમારી છોકરી હોત તો જોયા વગર અગ્નિ સંસ્કાર કરી દેત?

On

હાથરસ કેસ અંગે અલાહબાદ હાઈકોર્ટની લખનૌ બેંચ દ્વારા સોમવારે સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે સરકાર પ્રત્યે પોતાની નારાજગી જતાવી હતી. કોર્ટે ADG(લો એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારને કહ્યું હતું કે, જો પીડિતાને બદલે તમારી છોકરી હોતે તો તો શું તમે તેને છેલ્લી વખત જોયા વગર જ તેના અગ્નિ સંસ્કાર કરી દેતે. ADG(લો એન્ડ ઓર્ડર) કોર્ટના આ સવાલ સામે ચૂપ થઈ ગયા હતા. તેમની પાસે આ સવાલનો કોઈ જવાબ ન હતો. હાઈકોર્ટમાં સુનાવણી પછી કોર્ટની બહાર આવેલા પીડિતાના પરિવારજનોની વકીલ સીમા કુશવાહાએ આ જાણકારી આપી હતી. તેણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ADG પ્રશાંત કુમાર બોલી રહ્યા હતા કે FSLના રિપોર્ટમાં સીમન આવ્યું ન હતું. ADGને લોની ડેફિનેશન વાંચવી જોઈએ.

પીડિતાના પરિવારજનોની આ વકીલે ADGને રેપની પરિભાષા વાંચવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે મારી પાસે બધા રિપોર્ટ આવી ગયા છે. કોર્ટમાં જજે જ્યારે ક્રોસ સવાલ પૂછ્યા ત્યારે તેમની પાસે એક પણ સવાલના જવાબ ન હતા. પીડિતાના પરિવારજનોની વકીલે પોઝીટીવ આશા રાખતા કહ્યું હતું કે, જે રીતે બેંચની અને જજના સવાલો હતા, તેના પરથી લાગતું હતું કે એક સારો સંદેશો સમાજને પહોંચશે. ADGને લઈને પીડિતાની ભાભીએ કોર્ટને કહ્યું હતું કે તેમણે અમારા પરિવારને કહ્યું હતું કે જો તમારી પુત્રી કોરોનાથી મરી જતો તો તમને આટલું મોટું વળતર નહીં મળતે.

વકીલના કહેવા પ્રમાણે, જજે આ અંગે ADGને સવાલ પૂછ્યો હતો કે, જો કોઈ પૈસાવાળાની છોકરી હોતે તો શું તમે હિંમત કરતે તેના આ રીતે અગ્નિ સંસ્કાર કરવાની. જે રીતે મોટા ધંધાવાળા લોકોને એક મત આપવાનો અધિકાર છે, તે રીતે જ દલિત અને અન્ય લોકોને પણ એક મત આપવાનો અધિકાર છે. સીમા કુશવાહાએ વધુમાં કહ્યું હતું કે, અંતિમ સંસ્કારમાં ગંગાજળ હોય છે. ગંગા માતાનું પવિત્ર જળ છાંટવામાં આવે છે, જ્યારે તમે કેરોસિન નાખીને તે છોકરીને સળગાવી રહ્યા હતા. આ માનવઅધિકારનું ઉલ્લંઘન છે. જ્યારે તમે લોકોએ અંતિમ સંસ્કાર કરી દીધા પછી સંદેશો મોકલ્યો અને પછી કેટલાંક લોકોએ ત્યાં પહોંચીને તેનો વીડિયો બનાવ્યો.

સીમાએ 2 નવેમ્બરની આગામી સુનાવણી પહેલા કોર્ટમાં સોગંદનામુ દાખલ કરવાની વાત કહી અને કહ્યું કે આ સોંગદનામામાં તે કેસની તમામ વાતો જણાવશે પરંતુ મીડિયાને તે અંગે કોઈ વાત કરશે નહીં. પીડિતાના પરિવારનો આગ્રહ હતો કે કેસને ટ્રાન્સફર કરવામાં આવે પરંતુ જયા્ં સુધી તપાસ ચાલુ છે ત્યાં સુધી કેસ ટ્રાન્સફર થઈ શકશે નહીં.

Top News

સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્માના ઘરની અંદરનો વીડિયો જાહેર કર્યો, જ્યાં જુઓ ત્યાં બળેલી નોટનો ઢગલો

દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ વર્માના ઘરની અંદરની પહેલી તસવીર સામે આવી છે. તસવીરોમાં બળી ગયેલી નોટો સ્પષ્ટ દેખાય છે. દિલ્હી...
National 
સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્માના ઘરની અંદરનો વીડિયો જાહેર કર્યો, જ્યાં જુઓ ત્યાં બળેલી નોટનો ઢગલો

સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક

(ઉત્કર્ષ પટેલ) સુરત શહેર જે ગુજરાતનું આર્થિક હૃદય અને હીરાનું નગર તરીકે ઓળખાય છે તેની સુરક્ષા અને સલામતીની જવાબદારી એક...
Opinion 
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક

એક બાદ એક 3 એજન્સીઓએ કહી દીધું, ટ્રમ્પના ટેરિફથી ભારતનું કંઇ નહીં બગડે!

દુનિયાભરમાં ટ્રેડ વૉરને લઈને ચર્ચાઓ તેજ છે, પરંતુ ભારતની અર્થવ્યવસ્થી પર તેની અસર સીમિત રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી...
Business 
એક બાદ એક 3 એજન્સીઓએ કહી દીધું, ટ્રમ્પના ટેરિફથી ભારતનું કંઇ નહીં બગડે!

શું ઉદ્ધવ ઠાકરે મહાકુંભ ન ગયા એ રાજકીય ભૂલ હતી?

પ્રયાગરાજમાં 45 દિવસનો મહાકુંભ તો પતી ગયો, પરંતુ એની પર રાજકારણમાં ગરમાટો હજુ ચાલું છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે...
Politics 
શું ઉદ્ધવ ઠાકરે મહાકુંભ ન ગયા એ રાજકીય ભૂલ હતી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.