ખોપડી ફાટી, છાતીમાંથી પાંસળી નીકળી, 40 જગ્યાએ ઈજા, સામે આવી અંજલિની કહાની

PC: twitter.com

દિલ્હીના કાંઝાવાલા રોડ અકસ્માતમાં મૃતક અંજલિ સિંહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. આમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. મૃતક અંજલિના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કારમાં ફસાઈ ગયા પછી તેનું શરીર રસ્તા પર ઘસડાતું રહ્યું જેના કારણે તેના શરીર પર ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી. અંજલિની ખોપડી ફાટી ગઈ હતી અને તેના માથાના હાડકા પણ તૂટી ગયા હતા. છાતીની પાછળથી પાંસળીઓ નીકળી ગઈ હતી. મૌલાના આઝાદ મેડિકલ કોલેજના ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા અંજલિ સિંહના શરીરની તપાસ કરવામાં આવી હતી.

શરીર પર 40 થી વધુ ઈજાના નિશાન

અહેવાલ મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 40 ઈજાઓ નોંધવામાં આવી છે. જેમાંથી મોટાભાગના ઘા અને સ્ક્રેચ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે અંજલિનો બ્રેન મેટર ગાયબ હતું અને બંને ફેફસાં સાફ દેખાઈ રહ્યાં હતાં. આટલું જ નહીં માથા, કરોડરજ્જુ, ડાબી જાંઘનું હાડકું અને બંને ફેફસામાં ગંભીર ઈજાના કારણે મૃતદેહની આ હાલત થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અંજલિ સિંહનું મોત આઘાત અને વધારે લોહી વહી જવાને કારણે થયું છે.

મૃત્યુ કેવી રીતે થયું?

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે શરીર પર ઘણી ગંભીર ઈજાઓ અંજલિના મૃત્યુનું કારણ હોઈ શકે છે. અંજલિના માથા, કરોડરજ્જુથી પગ સુધીના હાડકાં તૂટી ગયાં હતાં. જોકે, કેમિકલ એનાલિસિસ અને બાયોલોજિકલ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. જ્યારે અંજલિનો મૃતદેહ મળી આવ્યો ત્યારે તેના કપડા ફાટેલા હતા અને તેની પીઠ પર ખરાબ રીતે ઉઝરડા હતા. તેને જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે અંજલિનું મૃત્યુ કેટલું દુઃખદાયક રીતે થયું હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp