આ જગ્યાએ આવવાનું છે વાવાઝોડું, હવામાન વિભાગની આગાહી
6 મેના રોજ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની ધારણા છે. આ પવન 9 મેના રોજ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ.એમ. મહાપાત્રાએ બુધવારે આ માહિતી આપી. ડૉ. એમ. મહાપાત્રાએ કહ્યું કે, અમે અનુમાન કરીએ છીએ કે 7 મેના રોજ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર વિસ્તાર બની શકે છે. ધીરે ધીરે તેની તીવ્રતા વધી શકે છે અને 8 મેના રોજ ડિપ્રેશનમાં વિકસી શકે છે અને તે 9 મેની આસપાસ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.
તેમણે કહ્યું કે 7 મેથી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તોફાની રહેશે. દરિયાઈ પવનની ઝડપ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. 9 મેના રોજ દરિયાઈ પવનની ઝડપ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે.
ડૉ એમ મહાપાત્રાએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારોને 7મી પછી દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ન જવાની અપીલ કરવામાં આવે છે. નાના જહાજો અને પ્રવાસીઓ 7 મે પહેલા સલામત સ્થળે પાછા ફરે.
તેમણે કહ્યું કે 7 મેના રોજ લો પ્રેશર એરિયા બન્યા બાદ ચક્રવાતી તોફાનની તીવ્રતા અને તે ક્યાં લેન્ડફોલ કરશે તેની ચોક્કસ માહિતી ઉપલબ્ધ થશે. અત્યાર સુધીની માહિતી અનુસાર, તે ભારતના પૂર્વ કિનારા તરફ તો નથી જઈ રહ્યું, પરંતુ આપણે નજર રાખવી પડશે. અમે અત્યારે તેના લેન્ડફોલ વિશે કોઈ માહિતી શેર કરી રહ્યાં નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp