વહુના પીરિયડ બ્લડનો સોદો કાળા જાદુ માટે કર્યો, પતિ સહિત 7 લોકો સામે કેસ

PC: twitter.com

મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલાના માસિક ધર્મના લોહી એટલે કે પીરિયડ બ્લડનો સોદો કરવા બદલ એક પરિવારના સાત લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, તંત્ર-મંત્ર અને કાળા જાદુની એક પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પીરિયડ બ્લડનો સોદો કરવામાં આવ્યો અને તેના બદલામાં મોટી રકમ લેવામાં આવી. આ બધામાં મહિલાના પતિ ઉપરાંત તેનો દિયર અને તેના સાસરિયા પક્ષના અન્ય ઘણા લોકો સામેલ હતા. આ લોકોએ 28 વર્ષની મહિલાનું પીરિયડ બ્લડ જમા કર્યું અને તેનો સોદો કર્યો.

આ મામલો પુણેના વિશારંત વાડી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસે જણાવ્યું કે આરોપીએ પીડિતાનું પીરિયડ બ્લડ તેની મરજી વિરુદ્ધ ભેગું કર્યું. મહિલાની ફરિયાદના આધારે તેના પતિ, તેના સસરા, સાસુ, દિયર અને ભત્રીજા વિરુદ્ધ આઈપીસીની કલમ 377, કલમ 354 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે મહારાષ્ટ્ર નિવારણ અને માનવ બલિદાન અને અન્ય અમાનવીય અનિષ્ટ અને અઘોરી પ્રથા અને બ્લેક મેજિક એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે.

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન વર્ષ 2019માં થયા હતા. લગ્ન બાદથી તેને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. ફરિયાદ મુજબ ઓગસ્ટ 2022માં તેના સાસરિયાઓએ તેના માસિક ધર્મનું લોહી બળજબરીથી બોટલમાં ભરીને 50,000 રૂપિયામાં વેચી દીધું હતું. આ બધું બીડમાં થયું છે અને મહિલાનું પિયર પુણેમાં છે.

પુણે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે આ કેસ બીડ પોલીસને સોંપી દીધો છે. હવે બીડ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp