રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મિઝોરમ, તેલંગાણા વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણી માટેની ઈલેક્શન કમિશને જાહેરાત કરી દીધી છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થશે, જ્યારે બાકીના ચાર રાજ્યમાં એક તબક્કામાં મતદાન પૂરું કરવામાં આવશે. ઈલેક્શન કમિશનના જણાવ્યા મુજબ સૌથી પહેલા મિઝોરમમાં મતદાન થશે. મિઝોરમમાં 7 નવેમ્બરના રોજ મતદાન કરવામાં આવશે. ત્યાર બાદ મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન કરવામાં આવશે.
Election Commission announces date of Polling/Counting in 5 states i.e.
— All India Radio News (@airnewsalerts) October 9, 2023
Counting of votes in all 5 states to take place on 3rd December.
▪️ Mizoram, the polling will be held on 7th November - CEC
▪️ Chhattisgarh, the polling will be held on 7th and 17th November.
▪️ Madhya… pic.twitter.com/Jyd940xzrq
ઈલેક્શન કમિશને જણાવ્યું હતું કે, છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન કરવામાં આવશે, જેમાં પહેલા તબક્કાનું મતદાન 7 નવેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરે કરવામાં આવશે. રાજસ્થાનમાં 23 નવેમ્બરે અને તેલંગાણામાં 30 નવેમ્બરના રોજ મતદાન કરવામાં આવશે. આ તમામ પાંચ રાજ્યોનું રિઝલ્ટ 3 ડિસેમ્બરના રોજ આવશે. મધ્ય પ્રદેશમાં હાલમાં ભાજપની સરકાર છે, તો રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. તેલંગાણામાં KCRની પાર્ટી BRS સત્તામાં છે, મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટની સરકાર છે.
ઈલેક્શન કમિશનના કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, 17 ઓક્ટોબરથી વોટર લિસ્ટ જાહેર કરવામાં આવશે. પાંચ રાજ્યોમાં 1.77 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવશે. પોલિંગ બૂથ 2 કિલોમીટરથી દૂર નહીં હોય. 31 ઓક્ટોબર સુધીમાં ડોનેશનની તમામ પાર્ટીઓએ જાણકારી આપવી પડશે, તો જ ઇનકમ ટેક્સમાં છૂટ મળશે.
ઈલેક્શન કમિશને જણાવ્યું હતું કે, વૃદ્ધ લોકોને ઘરેથી વોટિંગ કરવાની સુવિધા મળશે. પાંચ રાજ્યમાં 940 ચેકપોસ્ટ બનાવવામાં આવશે. ચીફ ઈલેક્શન કમિશનરે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે તમામ પાંચ રાજ્યોનો પ્રવાસ કર્યો હતો અને તમામ રાજ્યોની રાજકીય પાર્ટીઓ સાથે મીટિંગ કરી હતી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે પણ બેઠક કરી હતી. અમે બધાની સલાહ અને ફીડબેક લીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp