
કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ ભાગોની મુલાકાત લઈ રહેલા પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા સોમવારે માંડ-માંડ બચ્યા જ્યારે તેમનું હેલિકોપ્ટર કલબુર્ગી જિલ્લાના જેવર્ગી વિસ્તારમાં ઉતરી રહ્યું હતું. જમીન પ્લાસ્ટિકની થેલીઓથી ભરેલી હતી, જેના કારણે પાયલોટ માટે હેલિકોપ્ટરને લેન્ડ કરવું મુશ્કેલ બન્યું હતું.
#WATCH | Kalaburagi | A helicopter, carrying former Karnataka CM and senior leader BS Yediyurappa, faced difficulty in landing after the helipad ground filled with plastic sheets and waste around. pic.twitter.com/BJTAMT1lpr
— ANI (@ANI) March 6, 2023
પ્લાસ્ટિકની થેલીઓના કારણે વિઝિબિલિટી પ્રભાવિત થઈ. હેલિકોપ્ટરના પંખાના જોરદાર પવનને કારણે નજીકની ઝૂંપડપટ્ટી પર લાગેલા પ્લાસ્ટિક અને તેની આસપાસ કચરાના ઢગલા એટલા ઝડપથી ઉપર ઉઠ્યા કે જો પાયલોટે સમજણ ન દાખવી હોત તો દુર્ઘટના સર્જાઈ શકી હોત.
પરિસ્થિતિને સમજીને પાયલોટે તરત જ હેલિકોપ્ટરને ઉપરની તરફ લઈ લીધું. બાદમાં, જ્યારે ત્યાં હાજર પોલીસ દળે આસપાસના વિસ્તારને સાફ કરાવ્યો, ત્યારબાદ હેલિકોપ્ટર લેન્ડ થઈ શક્યું. આ પહેલા લેન્ડિંગ સમયે હેલિકોપ્ટર આકાશમાં ડોલતું જોવા મળ્યું હતું, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લાગે છે કે હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બની શકતે.
જણાવી દઈએ કે પૂર્વ CM કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિજય સંકલ્પ યાત્રામાં ભાગ લેવા જઈ રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp