બેંકોના કરોડો ડુબાડીને ભાગેલા માલ્યા, મેહુલ, નિરવની કેટલી સંપત્તિ જપ્ત થઇ?
દેશની બેંકોના કરોડો રૂપિયા ડુબાડીને વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યા, મેહુલ ચોકસી નિરવ મોદીની અત્યાર સુધીમાં કેટલી સંપત્તિ જપ્ત થઇ? લોકસભામાં પુછાયેલા એક સવાલના જવાબમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, EDએ અત્યાર સુધીમાં 22280 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
જેમાં વિજય માલ્યાની કુલ 14131.60 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. વિજય માલ્યા 2016માં ભારત છોડીને UK ભાગી ગયો હતો. કિંગફિશર એરલાઇન્સના કૌભાંડમાં માલ્યા ભાગેલો. તેની સામે 9000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનો આરોપ છે.
તો નીરવ મોદીની 1052.58 કરોડ રૂપિયાની અને મેહુલ ચોકસીની 2565.90 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જો કે નિરવ અને મંહુલે પંજાબ નેશનલ બેંકોને 14000 કરોડનો ચૂનો લગાવ્યો હતો. તેની સમે હજુ મા6 3500 કરોડ જ વસૂલાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp