જો CM કેજરીવાલની ધરપકડ થાય તો દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે?

PC: twitter.com

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે હાજર રહેવાનું સમન્સ પાઠવ્યું હતું, પરંતુ કેજરીવાલ આજે ED સમક્ષ હાજર થયા નથી અને મધ્ય પ્રદેશમાં કેજરીવાલ રોડ શો કરવા માટે ગયા છે. જાણકારોનું કહેવું છે કે એક રીતે કેજરીવાલે સરકારને સંદેશો આપ્યો છે કે તેઓ કાઇનાથી ડરતા નથી.

બીજી તરફ આમ આદમી પાર્ટીએ કોઇ સંજોગોમાં જો અરવિંદ કેજરીવાલની ધરપકડ થાય તો દિલ્હીના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી કોણ સંભાળશે? તેની કવાયત શરૂ કરી દીધી છે. એના માટે એક ઇમરજન્સી મિટીંગ પણ બોલાવવામા આવી હતી અને સલાહ સૂચનો મેળવવામાં આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલને જે મજબુત હાથ ગણાતા હતા તેવા મનીષ સિસોદીયા અને સંજય સિંઘ અત્યારે જેલમાં છે. એવા સંજોગોમાં આમ આદમી પાર્ટી પાસે વિકલ્પ ઓછા છે.

જાણવા મળેલી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં ગોપાલ રાય અથવા શિક્ષણ મંત્રી આતિશીને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવમાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp