INDIA ગઠબંધને આ 14 ન્યૂઝ એન્કરોના બહિષ્કારની જાહેરાત કરી

PC: twitter.com

વિપક્ષના INDIA ગઠબંધને આજે એક મોટો નિર્ણય લીધો છે. આગામી ચૂંટણી પહેલા  INDIA ગઠબંધનની કમિટીએ 14 એન્કરોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. INDIA ગઠબંધનના કોઈપણ નેતાઓ આ 14 એન્કરો સાથે  હવે જોવા નહીં મળે, તેમને કોઈ ઈન્ટરવ્યૂ પણ નહીં આપે. બુધવારે INDIA ગઠબંધનની કમિટીની દિલ્હીમાં  બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠક બાદ કમિટીએ મીડિયાને આ અંગે માહિતી આપી હતી કે, ગઠબંધનના સભ્યોએ નિર્ણય લીધો છે કે અમુક ચેનલો અને એન્કરો  તેમનું ગઠબંધન બહિષ્કાર કરશે.

14 એન્કર જેનો બહિષ્કાર કરવાનો નિર્ણય

સુધીર ચૌધરી

અર્નબ ગોસ્વામી

અદિતિ ત્યાગી

અમન ચોપરા

અમીશ દેવગન

આનંદ નરસિમ્હન

અશોક શ્રીવાસ્તવ

ચિત્રા ત્રિપાઠી

ગૌરવ સાવંત

નવિકા કુમાર

પ્રાચી પરાશર

રુબિયા લિયાકત

શિવ અરુર

સુશાંત સિન્હા

આ અંગે ગઠબંધન સમિતિના સભ્યએ જણાવ્યું હતું કે, બહિષ્કાર કરવાનો નિર્ણય એ આધાર પર લેવામાં આવ્યો છે કે, આ જનતાથી જોડાયેલા મુદ્દાથી કેટલા દૂર છે. અમુક એન્કરો લોકોને મંદિર-મસ્જિદના ઝઘડામાં અટવાયેલા રાખે છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, અમુક મહિના સુધી આ ચેનલો અને એન્કરોના શો રિવ્યૂ કરવામાં આવશે અને જો એમાં સુધારો જોવા મળે તો બહિષ્કારનો નિર્ણય પાછો લઈ શકાય છે.

બહિષ્કાર બાદ પણ જો આમાં સુધારો નહીં આવે તો તેમણે કહ્યું કે, અત્યારે 11 રાજ્યોમાં ગઠબંધન સરકાર છે અને આ રાજ્યોમાં આ ચેનલો પર જાહેરાતો પર રોક લગાવવાનો પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp