નકલી સર્ટિ પર 41 વર્ષ કરી પોલીસની નોકરી,રિટાયરના 2 દિવસ પહેલા ખૂલી નટવરલાલની પોલ

PC: freepressjournal.in

મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની કહેવાતા ઈન્દોરમાં છેતરપિંડીની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહી એક પોલીસકર્મી નકલી જાતિ પ્રમાનપત્રના આધાર પર છેલ્લા 41 વર્ષથી નોકરી કરી રહ્યો હતો. પોલીસ વિભાગમાં તેના ભરતી થયાના 23 વર્ષ બાદ એક ફરિયાદ મળી કે આરોપીએ નકલી જાતિ પ્રમાણ પત્ર જમા કરાવ્યું છે. એ છતા પોલીસને આ કેસની તપાસમાં 6 વર્ષ લાગી ગયા. રસપ્રદ વાત એ છે કે ત્યારબાદ 12 વર્ષ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. આ પ્રકારે 41 વર્ષ બાદ એ સાબિત થઈ શક્યું કે આરોપીએ પોલીસ વિભાગ સાથે છેતરપિંડી કરીને નોકરી કરી રહ્યો હતો.

કોર્ટે તેના રિટાયરમેન્ટથી માત્ર 2 વર્ષ અગાઉ 10 વર્ષની સજા સંભળાવી. 4000 રૂપિયાનો દંડ પર લગાવ્યો છે. વર્ષ 2006માં આરોપી પોલીસકર્મી સત્યનારાયણ વૈષ્ણવ વિરુદ્ધ ઇન્દોરના છોટી ગ્વાલટોલી પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 420, 467, 468, 471 હેઠાક કેસ નોંધ્યો. આ કેસની તપાસ કરી રહેલી કમિટીએ જાણ્યુ કે તે નકલી જાતિ પ્રમાણપત્ર પર નોકરી કરી રહ્યો છે. પોલીસની તપાસ કમિટીએ 18 ડિસેમ્બર 2013ના રોજ કોર્ટમાં ચલણ રજૂ કર્યું હતું. ત્યારબાદ કોર્ટમાં ટ્રાયલ ચાલ્યું. હવે વર્ષ 2024માં આ કેસમાં નિર્ણય આવ્યો.

જિલ્લા સરકારી વકીલ સંજીવ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ચતુર્થ અપર સત્ર ન્યાયાધીશ જયદીપ સિંહે 2 કલમો હેઠળ 10 વર્ષ અને 2 અન્ય કલમો હેઠળ 7-7 વર્ષની સજા સંભળાવી છે. તેની સાથે જ કોર્ટે આરોપી પોલીસકર્મી પર 4000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. જાણકારી મુજબ, આરોપી સત્યનારાયણ વૈષ્ણવ ઇન્દોરનો રહેવાસી છે. તેનો જન્મ 7 જૂન 1964ના રોજ થયો હતો. 4 ઓગસ્ટ 1983ના રોજ 19 વર્ષની ઉંમરમાં એ પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલના પદ પર ભરતી થયો હતો. 23 વર્ષ બાદ 6 મે 2006ના રોજ ઈન્દોરના છોટી ગ્વાલટોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળી કે આરોપી કોન્સ્ટેબલ સત્યનારાયણ વૈષ્ણવ બેજ નંબર 1273 નકલી જાતિ પ્રમાણ પત્રના આધાર પર નોકરી કરી રહ્યો છે.

તેની સાથે જ એક તપાસ અહેવાલ પણ આપવામાં આવ્યો હતો, જેમાં ફરિયાદકર્તા વર્ષા સાધુ, આરોપી સત્યનારાયણ, ઋષિ કુમાર અગ્નિહોત્રી અને ઈશ્વર વૈષ્ણવના નિવેદન નોંધાયેલા હતા. તેમાં કહેવામાં આવ્યું કે, આરોપીએ કોરી સમાજનું જાતિ પ્રમાણપત્ર પ્રસ્તુત કરીને નોકરી મેળવી છે, જ્યારે તે ઉચ્ચ જાતિ સાથે સંબંધ રાખે છે. ફરિયાદ કર્તાએ પોલીસને એ પણ જણાવ્યું કે, આરોપી, તેનો પિતા રામચારણ વૈષ્ણવ, તેનો મોટો ભાઈ શ્યામલાલ વૈષ્ણવ અને નાનો ભાઈ ઈશ્વર વૈષ્ણવ બધા વૈષ્ણવ બ્રાહ્મણ છે. એ છતા સત્યનારાયણ વૈષ્ણવે કોરીનું સર્ટિફિકેટ બનાવીને નોકરી મેળવી. આ અંગે કેસ થયા બાદ પોલીની 6 વર્ષ સુધી તપાસ ચાલી.

આ દરમિયાન ખબર પડી કે જાતિ પ્રમાણપત્ર આરોપી સિપાહીના શપથ પત્ર આપવા પર તાલુકા કાર્યાલય અપર તાલુકાધિકારી ઇન્દોરથી જાહેર થયું હતું તેમાં આરોપીની જાતિ કોરી બતાવવામાં આવી છે. તપાસમાં આ સાક્ષી અને નિવેદનોના આધાર પર એ જાણવા મળ્યું કે જાતિ પ્રમાણ પત્ર આરોપી સત્યનારાયણ વૈષ્ણવે નકલી આધાર પર નીકરી મેળવવાના ઉદ્દેશ્યથી બનાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp