- National
- 'બધા તેને જ લાડ લડાવતા હતા', 13 વર્ષના ભાઈએ 6 વર્ષની માસુમ બહેનનો જીવ લઈ લીધો
'બધા તેને જ લાડ લડાવતા હતા', 13 વર્ષના ભાઈએ 6 વર્ષની માસુમ બહેનનો જીવ લઈ લીધો

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક 13 વર્ષના છોકરાની અટકાયત કરવામાં આવી છે. તેના પર એવો આરોપ છે કે, તેણે તેની 6 વર્ષની માસુમ બહેન (મામાની છોકરી)ની હત્યા કરી હતી. કારણ: 'ઈર્ષ્યા'. પૂછપરછ દરમિયાન, સગીર આરોપીએ દાવો કર્યો હતો કે, ઘરના તમામ લોકો 6 વર્ષની બાળકીને જ વધુ પ્રેમ કરતા હતા. જેને તે 'સહન કરી શક્યો નહીં' અને તેણે તેની નાની બહેનને 'મારી નાખવાનો નિર્ણય' લીધો.
એક પોલીસ અધિકારીએ દાવો કર્યો હતો કે, તેને આ હત્યાનો વિચાર હિન્દી ફિલ્મ જોયા પછી આવ્યો હતો. મૃતક છોકરી શિદ્રા ખાતુનના પિતાનું નામ મોહમ્મદ સલમાન મોહમ્મદ રમઝાન ખાન છે. તેમનો પરિવાર વસઈ પૂર્વના શ્રીરામ નગરમાં રહે છે. આ મામલો પેલ્હર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 2 માર્ચે સવારે 4:30 વાગ્યે શ્રીરામ નગર ટેકરી પર છોકરીનો મૃતદેહ મળી આવ્યો હતો.

પેલ્હર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર વાંકુટેએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, 'બાળકી 1 માર્ચની સાંજે ગુમ થઈ ગઈ હતી. આ પછી તેના પરિવારે પોલીસનો સંપર્ક કર્યો. નજીકની કંપનીની આસપાસ લગાવેલા CCTV ફૂટેજમાં, છોકરો બાળકીને ક્યાંક લઈ જતો જોવા મળે છે.'
તેમણે વધુમાં કહ્યું, 'અમે નાલાસોપારાથી એક 13 વર્ષના છોકરાની અટકાયત કરી છે. મૃતક તેના મામાની છોકરી છે. તેણે કહ્યું છે કે, તેણે ઈર્ષ્યાના કારણે તેની બહેનની હત્યા કરી હતી. કારણ કે તેને લાગતું હતું કે બધા તેને લાડ લડાવે છે.'
છોકરાએ પહેલા પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ત્યાર પછી તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, સગીરે હિન્દી ફિલ્મ 'રામન રાઘવ' જોઈ હતી. તેનાથી પ્રેરાઈને તેણે આ હત્યા ખૂબ જ ભયાનક રીતે કરી. અહીં તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ એક સીરીયલ કિલર વિશે છે. જે ખૂબ જ ક્રૂર રીતે હત્યા કરતો હતો. રમને છેલ્લી સદીના સિત્તેરના દાયકામાં ઘણા લોકોને મારી નાખ્યા હતા.

આ ફિલ્મ જોયા પછી, કિશોરે શનિવારે સાંજે મુંબઈ-અમદાવાદ હાઇવે પર નાલાસોપારા ખાતે એક ટેકરી પર તેની છ વર્ષની બહેનની હત્યા કરી દીધી. આરોપી છોકરીને રમવાના બહાને ત્યાં લઈ ગયો અને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ પછી, નજીકમાં રાખેલા એક મોટા પથ્થરથી તેનો ચહેરો કચડી નાંખ્યો હતો. શ્રીરામ નગર ટેકરી પરથી છોકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લોહીથી ખરડાયેલો પથ્થર પણ કબજે કર્યો છે.
સિનિયર ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર વાંકુટે કહે છે કે, ભારતીય દંડ સંહિતા (BNS) હેઠળ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે.
Related Posts
Top News
વક્ફ બિલ હવે સર્વોચ્ચ અદાલતને આંગણે, સંસદ દ્વારા બનાવેલા કાયદાને શું સુપ્રીમ કોર્ટ રોકી શકે છે?
ક્યારે છે રામ નવમી? જાણી લો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજાની પદ્ધતિ
રિલાયન્સ Jioએ BSNLના ટાવર વાપરી લીધા પણ BSNLએ બિલ ન મોકલ્યું, સરકારને 1757 કરોડનું નુકસાન
Opinion
