મુંબઈમાં યોજાશે 'કપોળ યુથ કોન 2023'

ફેબ્રઆરીના બીજા સપ્તાહમાં મુંબઈમાં પ્રથમવાર સૌથી મોટા ટ્રેડ ફેર, બિલ્ડર્સ પ્રોપર્ટી એક્ઝિબિશન ( બિલ્ડર્સ પેવેલીયન ) - કપોળ યુથ કોન 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેડ ફેર બોરીવલીના 14 એકરમાં ફેલાયેલા પ્રમોદ મહાજન ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. 10, 11 અને 12 ફેબ્રુઆરીએ 140થી વધુ ટ્રેડર્સ અહીં પોતાની પ્રોડક્ટ્સ અને પ્રોજેક્ટ્સ રજૂ કરશે. આ કાર્યક્રમ માટે અધિકાંશ ગ્રાઉન્ડને સેન્ટ્રલી એરકન્ડિશન બનાવાનું આયોજન કરાયું છે. કપોળ બોર્ડિંગ સ્ટુડન્ટ્સ એન્ડ કલબસ તેમજ કપોળ મહાકુંભ દ્વારા કપોળ યુથ કોન 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનો લાભ કપોળ સમાજ સહિતના લાખો ગુજરાતીઓને મળશે.

બોરીવલીના આંગણે યોજાઈ રહેલા આ અદ્વિતીય ટ્રેડ ફેરની લાખો લોકો મુલાકાત લેશે તેથી હાલ એની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ એક એવો ટ્રેડ ફેર છે જ્યાં મુલાકાત લેનારા લોકો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં 25 હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં મુલાકાતીઓ માટે જબરદસ્ત ફૂડકોર્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ટ્રેડફેરનું ઉદઘાટન વૈષ્ણવાચાર્ય ધ્રુમિલ કુમારના આશીર્વચન સાથે કરવામાં આવશે. વૈષ્ણવ બાંધવો માટે અહી શ્રી નાથજીની હવેલી પણ છે જ્યાં વૈષ્ણવો રોજ આરતી અને દર્શન કરી શકશે એટલું જ નહિ ઠાકોરજીના છપ્પન ભોગનાં દર્શન પણ થશે. કપોળ યુથ કોન 2023માં ત્રણે દિવસની સાંજ સંગીતમય રહેશે. 10 ફેબ્રુઆરીની સાંજે ફાલ્ગુની પાઠકના ભજનોનો કાર્યક્રમ, 11મીએ સાઈરામ દવેનો લોક ડાયરો અને 12મીની સાંજે છે ગાયિકા ઐશ્વર્યા મજુમદારના ગરબાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત યુવાઓને માર્ગદર્શન મળી રહે તે માટે થીંક ટેંક ઈન્ડિયા કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. જેમાં એન્જલ ઇન્વેસ્ટર સંજય મહેતા, બિઝનેસ કી પાઠશાલાના ફાઉન્ડર જગદીશ જોષી, કોટક મહિન્દ્રા એ.એમ.સીના એમ. ડી. નિલેશ શાહ, એન્ટરપ્રેન્યોર કોચ સંતોષ નાયર અને માસ્ટર ક્લાસના ડિરેક્ટર અમરિષ છેડા યુવાઓ અને ઉપસ્થિત જનમેદનીને સંબોધશે.

રોજગારની ઉપલબ્ધતા માટે અહીં જોબ ફેરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આદિત્ય બિરલા ગ્રુપ સહિત અનેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ અને રિયલ એસ્ટેટ કંપની તેમજ કોર્પોરેટ કંપનીઓ યુવાઓને જોબ ઓફર આપશે. આ કાર્યક્રમનું ટાઈટલ સ્પોન્સર મુંબઈની નામચીન રીયલ એસ્ટેટ કંપની ડિમ્પલ ગ્રુપ છે. તેમજ ડેવલપર શેલ્ટન ગ્રુપની ભાગીદારી સાથે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત શ્રીજી શરણ, નિલયોગ, રોનક ગ્રુપ, જાંગીડ ગ્રુપ અને પીસીપીએલ ડેવલપર પણ કાર્યક્રમના પ્રાયોજક છે. આ ઉપરાંત એસઆરકે વૃંદાવન સહીત 20થી વધુ કંપનીઓ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમની સાથે જોડાઈ છે.

આ કાર્યક્રમમાં પ્રવેશ ફ્રી છે. હાલમાં જ આ કાર્યક્રમનું ભૂમિપૂજન ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કપોળ બોર્ડિંગ સ્ટુડન્ટ્સ એન્ડ ક્લબસ અને કપોળ મહાકુંભના પદાધિકારીઓ, સમસ્ત આયોજન કમિટી અને સબ કમિટીના સભ્યો તેમજ કપોળ સમાજના અગ્રણીઓ અને પ્રેસિડેન્ટ કિર્તીભાઇ મહેતા( SRK) તેમજ ફાઉન્ડર રાજુ ભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.