સાંસદને 10 વર્ષની જેલ, પૂર્વ કેન્દ્રીયમંત્રીના જમાઈ પર હુમલો કરવાનો આરોપ હતો

PC: onmanorama.com

લક્ષદ્વીપની એક કોર્ટે બુધવારે હત્યાના પ્રયાસના કેસમાં લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલ સહિત ચાર લોકોને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. કેસ સાથે સંકળાયેલા વકીલોએ જણાવ્યું કે કાવરત્તીની જિલ્લા અને સત્ર અદાલતે 2009માં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસમાં સાંસદ સહિત અન્ય દોષિતો પર એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તેઓ લક્ષદ્વીપની એકમાત્ર લોકસભા બેઠક પરથી એનસીપીના સાંસદ છે.

વકીલોના જણાવ્યા મુજબ, સાંસદ અને અન્ય લોકોએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી.એમ. સઈદના જમાઈ પદનાથ સાલેહ પર હુમલો કર્યો હતો, જ્યારે તે 2009ની લોકસભા ચૂંટણી દરમિયાન રાજકીય મુદ્દા પર હસ્તક્ષેપ કરવા માટે તેમના પડોશમાં પહોંચ્યા હતા. આરોપી સાંસદ ફૈઝલે કહ્યું કે આ એક 'રાજનીતિથી પ્રેરિત' કેસ છે અને તે ટૂંક સમયમાં હાઈકોર્ટમાં અપીલ દાખલ કરશે.

નોંધનીય છે કે CBIએ લક્ષદ્વીપમાં કથિત ટુના માછલી નિકાસ કૌભાંડમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના સાંસદ મોહમ્મદ ફૈઝલ વિરુદ્ધ FIR નોંધી હતી. સીબીઆઈએ શ્રીલંકામાં માછલીની નિકાસમાં કથિત અનિયમિતતાના સંબંધમાં એફઆઈઆર નોંધી હતી. આ કેસમાં સીબીઆઈએ મોહમ્મદ ફૈઝલ ઉપરાંત તેના ભત્રીજા અબ્દુલ રઝાક અને શ્રીલંકાની કંપની એસઆરટી જનરલ મર્ચન્ટ્સ ઈમ્પોર્ટર એન્ડ એક્સપોર્ટરને પણ આરોપી બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp