CBI બાદ ED પાછળ પડી, કોર્ટે જામીન અરજી ટાળી, EDને 7 દિવસ રિમાન્ડ આપી દીધી

આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે. દેશની એજન્સીઓ તેમની પાછળ હાથ ધોઈની પડી ગઈ છે. પહેલા CBI કસ્ટડીમાં ગયા ત્યાર બાદ તેમને જેલ મોકલવામાં આવ્યા. 10 તારીખ એટલે કે આજે તેમના જામીન પર સુનાવણી થવાની હતી, પરંતુ એક દિવસ પહેલા જ EDના અધિકારીઓ મનીષ સિસોદિયાની પૂછપરછ કરવા પહોંચી ગયા હતા અને તેમણે કલાકો સુધી પૂછપરછ કર્યા પછી મનીષ સિસોદિયાને અરેસ્ટ કરી લીધા હતા. ત્યાર બાદ આજે તેમના રિમાન્ડ અંગે કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી 21 તારીખ સુધી ટાળી દીધી હતી અને EDને પણ 7 દિવસની રિમાન્ડ આપી દીધી હતી, એટલે હવે 17 માર્ચ સુધી ED મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે.

જેલમાં બંધ મનીષ સિસોદીયાની EDએ 8 કલાક પૂછપરછ કરીને ધરપકડ કરી લીધી

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયાની મુશ્કેલીનો અંત આવતો નથી, બલ્કે મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. પહેલા CBIએ સિસોદીયાની શરાબ કૌભાંડ કેસમાં ધરપકડ કરેલી જ છે, હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)ની પણ  એન્ટ્રી થઇ હતી અને ગુરુવારે EDએ મનીલોન્ડરીંગના કેસમાં મનીષ સિસોદીયાની તિહાર જેલમાં 8 કલાક સુધી પુછપરછ કરીને મોડી સાંજે ધરપકડ કરી લીધી હતી, CBIના કેસમાં સિસોદીયા પહેલીથી જેલમાં જ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ભાજપ સામે નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે જનતા બધું જોઇ રહી છે.

મની લોન્ડરીંગના કેસમાં મનીષ સિસોદીયાની 8 કલાકની પુછપરછ પછી EDએ ધરપકડ કરી લીધી છે. EDએ સિસોદીયાની ધરપકડ કરી છે એવા અહેવાલ મળતાની સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યુ હતું કે, મનીષ સિસોદીયાની પહેલા CBIએ ધરપકડ કરી, CBIને કોઇ પુરાવા ન મળ્યા, દરોડામાં કોઇ રૂપિયા મળ્યા નહોતા. આવતીકાલે જામીન અરજી પર સુનાવણી છે અને આવતી કાલે મનીષ સિસોદીયા જામીન પર છુટી જતે. તો EDએ એ પહેલાં જ સિસોદીયાની ધરપકડ કરી લીધી. કેજરીવાલે કહ્યું કે, તેમનો એક જ આશય છે કે મનીષને કોઇ પણ સંજોગોમાં અંદર જ રાખવામાં આવે. રોજ ખોટા ખોટા કેસો  કરવામાં આવે છે. જનતા બધું જોઇ રહી છે અને જનતા જ જવાબ આપશે.

CBIએ મનીષ સિસોદીયાની શરાબ કૌભાંડ કેસમાં ધરપકડ કરેલી છે અને ED શરાબ કૌભાંડમાં મની લોન્ડરીંગના કેસમા જોડાઇ ગઇ છે અને બે દિવસથી સિસોદીયાની પુછપરછ કર રહી છે.મની લોન્ડરીંગ વિશે ગુરુવારે મનીષ સિસોદીયાની 8 કલાક સુધી પુછપરછ કરવામાં આવી અને પછી સિસોદીયાની ધરપકડ કરી લેવામાં આવી.

જાણવા મળેલી માહિતી મુજબ 7 માર્ચે EDએ મનીષ સિસોદીયાની 6 કલાક સુધી મેરેથોન પુછપરછ કરી હતી. એ પછી 9 માર્ચે 2 કલાક સુધી સવાલ-જવાબ કરવામાં આવ્યા, પરંતુ સિસોદીયાએ સંતોષકારક જવાબ નહીં આપતા તેમની EDએ ધરપકડ કરી હતી.

CBIએ  પહેલા શરાબ કૌભાંડના કેસમાં મનીષ સિસોદીયાની 26 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. એ પછી સિસોદીયા 7 દિવસ સુધી  CBIની કસ્ટડીમાં રહ્યા હતા. એ પછી 6 માર્ચે રાઉઝ એવેન્યુ કોર્ટે મનીષ સિસોદીયાને 20 માર્ચ સુધી જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. એ પછી મનીષ સિસોદીયાને તિહાર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

તેલંગાણાના મુખ્યમંત્રી  KCR ની પુત્રી કવિતા પણ દિલ્હી શરાબ પોલિસીમાં કથિત કૌભાંડમાં સામેલ છે. ED આ મામલે 11 માર્ચે તેલંગાણાના CM KCR ની પુત્રી કવિતાની પૂછપરછ કરશે. અગાઉ આ તપાસ 9 માર્ચે થવાની હતી, પરંતુ કવિતાએ ED પાસે સમય માંગ્યો હતો, જે આપવામાં આવ્યો હતો.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.