સબરીમાલા મંદિરમાં અવ્યવસ્થાઓને લઈને શું છે હોબાળો? સમજો આરોપ અને સ્પષ્ટતા

On

સબરીમાલા મંદિરમાં કથિત અવ્યવસ્થાઓને લઈને કેરળમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે અફરાતફરી જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે. હાલમાં જ ભીડના કારણે 11 વર્ષીય છોકરીનું મોત થઈ ગયું હતું, ત્યારબાદ તણાવ હજુ વધી ગયો. ભાજપ અને કોંગ્રેસ આ મુદ્દા પર સત્તાધારી વિજયન સરકાર પર પ્રહાર કરી રહી છે અને અવ્યવસ્થાઓ માટે જવાબદાર બતાવી રહી છે. સબરીમાલામાં મંડલમ મકરવિલક્કૂની સીઝન ચાલી રહી છે.

આ દરમિયાન કેરળ જ નહીં આસપાસના રાજ્યોથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પહોંચે છે. 17 નવેમ્બરથી શરૂ થયેલી આ સીઝનમાં સબરીમાલા મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી. રોજ લગભગ 1.20 લાખ શ્રદ્ધાળુ દર્શન માટે પહોંચી રહ્યા છે. એવામાં મંદિરમાં લાંબી લાંબી લાઈનો લાગેલી રહે છે. ભક્તોને દર્શન માટે 18-18 કલાક સુધીની રાહ જોવી પડે છે. મંદિરમાં ભીડને કાબૂ કરવા માટે પ્રશાસનની તમામ વ્યવસ્થા નિષ્ફળ સાબિત થઈ રહી છે. કેટલીક વખત ભક્ત પોલીસ દ્વારા લગાવાયેલા બેરિકેડ તોડી રહ્યા છે એવામાં અફરાતફરી જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે.

બીજી તરફ મુખ્યમંત્રી પિનારાઇ વિજયને અધિકારીઓને સ્થિતિને પહોંચીવળવા માટે તમામ પગલાં ઉઠાવવાના આદેશ આપ્યા છે. તેમાં ઓનલાઇન બુકિંગ ઓછી કરવા અને દર્શનનો સમય એક કલાક વધારવા જેવા પગલાં સામેલ છે. કેરળની સત્તાધારી પાર્ટી આ સમયે ભાજપ સાથે સાથે કોંગ્રેસના પણ નિશાના પર છે. બંનેનું કહેવું છે કે પિનારાઈ વિજયનની સરકાર સબરીમાલામાં શ્રદ્ધાળુઓની ભીડને મેનેજ કરવામાં નિષ્ફળ રહી છે. તેના માટે બંને પાર્ટીઓએ રાજ્યના દેવાસ્વોમ મંત્રી રાધાકૃષ્ણનને જવાબદાર ઠેરવ્યા છે. ભાજપ કેરળમાં વિજયન સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહી છે.

કેરળ ભાજપ નેતા કુમ્મનમ રાજશેખરને સબરીમાલા પાર્કિંગ મેદાનની મુલાકાત અને શ્રદ્ધાળુઓની સુવિધાની જાણકારી લીધી. મુખ્યમંત્રી પિનારાઈ વિજયને જણાવ્યું કે, સ્થિતિને કાબૂ કરવા માટે સબરીમાલામાં 16,118 પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. વિજયને સબરીમાલા મુદ્દા પર કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માગ કરતા મંગળવારે સંસદ સામે વિપક્ષી UDF સાંસદોના વિરોધ પ્રદર્શનની પણ નિંદા કરી. તેમણે UDF સાંસદોને રાજનીતિક લાભ માટે ભગવાન અયપ્પા મંદિરનો ઉપયોગ ન કરવાની અપીલ કરી.

Related Posts

Top News

તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ દિવસોમાં તેમના એક નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.  મિશિગનમાં એક ઈવેન્ટ...
World 
તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી...
Sports 
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી...
World 
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

દેશના પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં, મોરારી...
Gujarat 
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati