વાવાઝોડામાં ફેરવાયું મોકા, સર્જી શકે છે વિનાશ, જાણો કેવી રીતે પડ્યું તેનું નામ

PC: khabarchhe.com

મોકા તોફાન હવે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પાસે હવાના ઓછા દબાણને કારણે ચક્રવાત હવે અત્યંત જોખમી બની ગયું છે. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે ચક્રવાતી તોફાન બાંગ્લાદેશમાં પોર્ટ બ્લેરથી લગભગ 510 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ અને કોક્સ બજારથી 1,210 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત છે.

'મોકા' ગુરુવારે મધ્યરાત્રિ સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે. વાવાઝોડું 14 મેના રોજ બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે અને ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધશે. IMDએ કહ્યું કે વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને હવામાંથી ભેજ ખેંચી રહ્યું છે. આગામી દિવસોમાં તમિલનાડુમાં તાપમાનનો પારો વધી શકે છે.

હવામાન એજન્સીએ ચક્રવાતી તોફાન 'મોકા' માટે ગુરુવારે ઉત્તર-પૂર્વીય રાજ્યો અને આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે વરસાદની ચેતવણી જારી કરી છે. મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતની ઝડપને કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતનું નામ યમનના નાના શહેર મોકા પરથી પડ્યું છે. તેની મહત્તમ ઝડપ 150-160 kmph 175 kmph સુધી પહોંચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp