46 વર્ષથી ભોજનનો ત્યાગ કરેલો પણ મૌની બાબાને અયોધ્યાનું આમંત્રણ ન મળ્યું

PC: twitter.com

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને દેશ-વિદેશના સંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. એવામાં શિવયોગી બાલબ્રહ્મચારી અભય ચૈતન્ય મૌની મહારાજને અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મળ્યું નથી. મૌની મહારાજે અયોધ્યામાં રામ મંદિર બને એટલા માટે 46 વર્ષથી ભોજનનો ત્યાગ કરીને કઠોર તપશ્ચર્યા કરી હતી.

મૌની મહારાજે 1981થી 2023 સુધી ભારતના અનેક ધાર્મિક સ્થળો પર યજ્ઞ, પૂજા-પાઠ અનુષ્ઠાન કરવાનો તેમના જીવનનો ધ્યેય બનાવી દીધો હતો અને આ બધુ તેમણે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તેના માટે કર્યું હતું. પરંતુ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં તેમને આમંત્રણ નહીં મળતા તેઓ નિરાશ થયા છે.

મૌની મહારાજે 1989થી 2002 14 વર્ષ સુધી મૌન રાખ્યુ હતું અને તે પણ રામ મંદિર માટે. કેટલાંક લોકોનું કહેવું છે કે બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, ક્રિક્રેટર સચિન તેંડુલકરને આમંત્રણ આપ્યું એના કરતા આવા સાધુ સંતોને બોલવવા જોઇતા હતા જેમણે રામ મંદિર માટે કઠોર તપ કર્યું હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp