2 ટ્રેન સામસામે ટકરાઈ, લાગી ભીષણ આગ, ઘણી ટ્રેનો રદ્દ, લોકો પાયલટનું મોત
મધ્ય પ્રદેશના શાહડોલ સિંહપુર રેલવે સ્ટેશન પાસે એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બિલાસપુરથી કટની રેલ્વે માર્ગ પર શાહડોલથી 10 કિલોમીટર પહેલા સિંહપુર સ્ટેશન પાસે બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતના વીડિયોમાં જોઈ શકાય છે કે બે માલગાડીઓ સામસામે અથડાયા બાદ ટ્રેનમાં આગ લાગી હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે બીજી ટ્રેનનું એન્જિન એક એન્જિનની ઉપર ચઢી ગયું હતું. આ અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થયું છે અને બે સાથીદારો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ દુર્ઘટના સવારે 6:30 વાગ્યે થઈ હોવાનું જાણવા મળે છે જ્યાં માલગાડીઓ સામસામે અથડાઈ હતી, જેમાં એક લોકો પાઈલટનું મૃત્યુ થયું હતું અને તેના બે સહ-પાઈલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. અધિકારીઓએ જણાવ્યું કે અથડામણ બાદ ટ્રેનોના એન્જિનમાં આગ લાગી હતી. દુર્ઘટના બાદ બિલાસપુર-કટની રૂટ પરની તમામ ટ્રેનોના સંચાલનને અસર થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેના બિલાસપુર-કટની સેક્શન પર આવેલા સિંહપુર સ્ટેશન પર આજે સવારે કોલસાથી ભરેલી માલસામાન ટ્રેનના સિગ્નલ ઓવરશૂટ થયા બાદ એન્જિન સહિત 09 વેગન પાટા પરથી ઉતરી જવાને કારણે આ રૂટ પર અપ, ડાઉન અને મિડલ ત્રણેય લાઈનો પર રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ માર્ગ પર રેલ વ્યવહારને અસર થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp