મુકેશ અંબાણી ફરી ઝુકરબર્ગથી નિકળ્યા આગળ, પરંતુ ગૌતમ અદાણી...

PC: businesstoday.in

દુનિયાના અબજોપતિઓના લિસ્ટમાં મુકેશ અંબાણીએ હવે માર્ક ઝુકરબર્ગને પાછળ છોડી દીધા છે. ભૂતકાળમાં પ્રોપર્ટીમાં અચાનક આવેલી તેજીને કારણે ઝુકરબર્ગે લાંબી છલાંગ લગાવી હતી અને અમીરોની યાદીમાં 12મા સ્થાને પહોંચી ગયા હતા, પણ છેલ્લા ઘણા સમયથી તેમના શેરનો ભાવ ઘટી રહ્યો છે. ખાસ કરીને જ્યારથી મેટાની સ્થાપના કરવામાં આવી છે ત્યારથી કંપનીના કારોબારમાં નુકસાન નોંધાયું છે. આ કારણે હવે મુકેશ અંબાણી માર્ક ઝુકરબર્ગ કરતા આગળ નીકળી ગયા છે.

બીજી તરફ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે અને તેઓ યાદીમાં 2 સ્થાન નીચે સરકી ગયા છે. મુકેશ અંબાણીએ છેલ્લા 24 કલાકમાં $1.4 બિલિયન એટલે કે 11,488 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા સાથે અંબાણીની કુલ નેટવર્થ વધીને $85.8 બિલિયન થઈ ગઈ છે. આટલી સંપત્તિ સાથે મુકેશ અંબાણી હવે અમીરોની યાદીમાં 12મા નંબર પર પહોંચી ગયા છે.

અમીરોની યાદીમાં ગૌતમ અદાણી 2 સ્થાનના નુકસાન સાથે 23મા સ્થાને આવી ગયા છે. અદાણી ગ્રુપના શેરમાં ઘટાડાને કારણે તેમની સંપત્તિમાં ઘટાડો થયો છે. આ કારણે તે બે સ્થાને નીચે સરકી ગયા છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકન કંપની હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં જોરદાર વેચવાલી જોવા મળી છે. આ કારણે આ વર્ષે અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં 63.5 બિલિયન ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp